ચેમ્પિયન્સ ટ્રોફી અંગે થયો ફેંસલો! ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા અંગે બીસીસીઆઈ એ આઈસીસીને આપ્યો જવાબ

ચેમ્પિયન્સ ટ્રોફી અંગે થયો ફેંસલો! ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવા અંગે બીસીસીઆઈ એ આઈસીસીને આપ્યો જવાબ

Champions Trophy 2025 :  ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ને જાણ કરી દીધી હોવાની જાણકારી મળી રહી છે.

બીસીસીઆઈએ શું જવાબ આપ્યો? 

અહેવાલ મુજબ, બીસીસીઆઈએ આઈસીસીને જાણ કરી છે કે ભારત સરકાર દ્વારા ટીમને પાકિસ્તાન ન મોકલવાની સલાહ આપવામાં આવી છે. આઠ ટીમોની આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને મળી છે. હવે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ હેઠળ યોજાય તેવી શક્યતા વધી ગઈ છે.

…તેથી ટીમ ઈન્ડિયાની તમામ મેચો અહીં યોજાશે!

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની તમામ મેચો સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમી શકે છે. જોકે શ્રીલંકા પણ તેની મેચોનું આયોજન કરવામાં આવી શકે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનની નજીક હોવાના કારણે UAE આ રેસમાં સૌથી આગળ છે. આઈસીસીને આ સપ્તાહની શરૂઆતમાં બીસીસીઆઈના સ્ટેન્ડ વિશે જાણ કરવામાં આવી હતી. જોકે, બીસીસીઆઈએ કયા સ્વરૂપમાં નિર્ણય આપ્યો છે તેની પુષ્ટિ થઈ શકી નથી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર