અમદાવાદના બોપલ વિસ્તારમાં યુપી-બિહારવાળી થઇ! કાર ચાલકે નજીવી તકરારમાં વિદ્યાર્થીની કરી હત્યા , જુઓ વિડિયો
https://www.instagram.com/p/DCOrlWaoVY6/
અમદાવાદના બોપલમાં કાર ધીમી ચલાવવા બાબતે કાર ચાલકે છરીના ઘા ઝીંકી કોલેજ વિદ્યાર્થીને ઉતાર્યો મોતને ઘાટ
Ahmedabad Crime News: કાર ધીમી ચલાવવા બાબતે તકરારઃ અમદાવાદના બોપલમાં કાર ચાલકે છરીના ઘા ઝીંકી MICA કોલેજ વિદ્યાર્થીની હત્યા કરી
ઉશ્કેરાયેલા કાર ચાલકે MICA કોલેજના વિદ્યાર્થીને છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવાતા સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજતાં મામલો હત્યામાં પલટાયો હતો.
- મૃતક બુલેટ પર મિત્ર સાથે ફરવા નીકળ્યો હતો
- કાર ધીમી ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતી
અમદાવાદના બોપલ વિસ્તારમાં કાર ધીમી ચલાવવા બાબતે MICA કોલેજના વિદ્યાર્થી દ્વારા કાર ચાલકને ટકોર કરવામાં આવી હતી. જે દરમિયાન ઉશ્કેરાયેલા કાર ચાલકે છરીના ઘા ઝીંકી દેતા વિદ્યાર્થીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. હુમલો કરી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં બોપલ પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક વિદ્યાર્થી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી પૃથ્વીરાજ પરિક્ષીતદાસ મહાપાત્રએ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, પ્રિયાંશુ જૈન ઉત્તર પ્રદેશના મેરઠનો રેહવાસી હતો અને માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. 10 નવેમ્બરના રોજ ગઇકાલે રાત્રે પોણા આઠ વાગ્યાની આસપાસ પૃથ્વીરાજ અને પ્રિયાંશુ સાથે મિત્રનું બુલેટ લઇને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલી દુકાને સૂટ સિવડાવવા માટે ગયા હતા.
સૂટનું માપ આપીને બન્ને વકિલબ્રીજ પાસે નાસ્તો કરી કોલેજ તરફ આવી રહ્યાં હતા. જે દરમિયાન સન સાઉથ સ્ટ્રીટ કોમ્પલેક્ષ પાસેથી કેક લઇને રાત્રે 10.30 વાગ્યાની આસપાસ રેન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે ઉભા હતા. એ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એક કારે બુલેટ પાસેથી ટર્ન લીધો હતો. જેથી પ્રિયાંશુએ કાર ચાલકને ઇતની જોર સે ક્યોં ગાડી ચલા રહે હો તેમ કહ્યું હતું. બુલેટ લઇને બન્ને મિત્રો ચાર રસ્તાથી થોડે આગળ ગયા ત્યારે કાર ચાલક પીછો કરતો આવ્યો હતો અને બુલેટ રોકવા માટે અને શું બોલ્યો તેમ કહેવા લાગ્યો હતો.
બુલેટ ઉભુ રાખતા કાર ચાલક નીચે ઉતર્યો હતો અને પ્રિયાંશુ સાથે બોલાચાલી કરવામાં લાગ્યો હતો. બોલાચાલી દરમિયાન પ્રિયાંશુ અને કાર ચાલક વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેથી ઉશ્કેરાયેલો કાર ચાલક છરી લઇને આવ્યો હતો અને પ્રિયાંશુ પર હુમલો કરવા લાગ્યો હતો. બચવા જતા પ્રિયાંશુ નીચે પડી જતાં કાર ચાલકે છરીના ઘા મારી દીધા હતા અને કાર લઇને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ગંભીર હાલતમાં પ્રિયાંશુને પૃથ્વીરાજ હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન પ્રિયાંશુનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના મિત્ર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી બોપલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ફરાર કાર ચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી.