Search
Close this search box.

લીલી પરિક્રમામાં જતાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચારઃ એસ.ટી વિભાગ અમદાવાદથી દોડાવશે ૫૦ વધારાની બસ

લીલી પરિક્રમામાં જતાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર : એસ.ટી વિભાગ અમદાવાદથી દોડાવશે ૫૦ વધારાની બસ

બુધવારે (13 નવેમ્બર) દેવઉઠી એકાદશી સાથે જ ગિરનારની લીલી પરિક્રમાનો પણ પ્રારંભ થશે. લીલી પરિક્રમા માટે જઈ રહેલાં શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પણ 12 થી 15 નવેમ્બર દરમિયાન રોજની 50 વધારાની બસ દોડાવામાં આવશે.

અમદાવાદથી જૂનાગઢની બસમાં વધારો

અમદાવાદથી જૂનાગઢ જઈ રહેલી મોટાભાગની એસટીની બસ હાલમાં એકદમ ભરચક જઈ રહી છે. સોમવારે જ અમદાવાદથી જૂનાગઢ માટે 13 વધારાની બસ દોડાવામાં આવી હતી. આ 13માંથી 10 બસ હાઉસફૂલ હતી. આ જ રીતે 12 નવેમ્બરના અમદાવાદના કૃષ્ણનગરથી જૂનાગઢ માટે ઉપડતી રેગ્યુલર 15 બસમાંથી 10 બસ એડવાન્સમાં જ પેક થઈ ગઈ હતી.

અલગ-અલગ જિલ્લા માટે 172થી વધુ બસ દોડાવાશે

અમદાવાદથી એસટીની વધારાની બસ દ્વારા આગામી બે દિવસમાં 6 હજારથી વઘુ લોકો જૂનાગઢ પહોંચે તેવી સંભાવના છે. લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓ માટે જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માટે 172થી વધુ બસો અને રેલવે વિભાગ દ્વારા ત્રણ વધારાની ટ્રેન યાત્રાળુ માટે શરૂ કરવામાં આવી છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર