Search
Close this search box.

ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર બનશે ફરિયાદી , સીએમ ભૂપેન્દ્ર પટેલની આરોગ્ય પ્રધાન સાથે બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર બનશે ફરિયાદી , સીએમ ભૂપેન્દ્ર પટેલની આરોગ્ય પ્રધાન સાથે બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલોને લઈને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે. આ ઉપરાંત મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જરી માટે નવી SOP જાહેર કરવામાં આવશે તેવુ પણ આરોગ્ય પ્રધાને જણાવ્યુ છે.

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીનો મામલોને લઈને CM ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે બેઠક પૂર્ણ થઈ છે. જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલ સામે રાજ્ય સરકાર ફરિયાદી બનશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.  આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી છે. હોસ્પિટલના કાંડ બાદ ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યુ છે. પ્રાથમિક દ્રષ્ટિએ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવુ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યુ છે. આગામી સમયમાં હોસ્પિટલમાં પ્લાન્ડ સર્જરી માટે ખાસ SOP બનાવવા અંગેની વાત કરી છે.

ખ્યાતિ હોસ્પિટલે કડી તાલુકામાં 4 કેમ્પ કર્યાનો થયો ખુલાસો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આયોજીત કરેલા કેમ્પને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. હોસ્પિટલે અગાઉ પણ મહેસાણાના કડી તાલુકામાં 4 કેમ્પ કર્યાનો ખુલાસો થયો છે.સરકારી મેડિકલ ટીમની તપાસમાં સામે આવ્યું છે કે કડીના ખંડેરાવપુરા, કણજરી, લક્ષ્મણપુરા, વાઘરોડા ગામે પણ હોસ્પિટલે કેમ્પ કર્યા હતા.

ખ્યાતિ હોસ્પિટલના પદાધિકારીઓ આરોગ્ય વિભાગની પરવાનગી વગર જ કેમ્પનું આયોજન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તો આ કેમ્પમાં પણ એક વ્યક્તિનું એન્જીયોગ્રાફી કરતા મૃત્યુ થયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી યોજનાનો લાભ લેવા હોસ્પિટલ દ્વારા માત્ર PMJAY કાર્ડ ધારકોને જ સારવાર માટે લઈ જવાતા હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર 16 કંપનીઓ સાથે છે જોડાયેલા

પ્રાપ્તથતી માહિતી અનુસાર  ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ 16 કંપનીઓ સાથે જોડાયેલા છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં પણ રજીસ્ટર છે. કાર્તિક પટેલ 16 કંપનીઓમાં ડિરેક્ટર તરીકે રહી ચુક્યા છે કે ડિરેક્ટર તરીકે કાર્યરત છે.  અન્ય બિઝનેસની જેમ આરોગ્ય પણ કાર્તિક પટેલ માટે બિઝનેસ જ હોઈ શકે છે તેવા આક્ષેપ થઈ રહ્યાં છે.

ખ્યાતિ સોલર ઇન્ફ્રાસ્પેસ, ખ્યાતિ આલય, ખ્યાતિ પારસમણી ઇન્ફ્રા, ખ્યાતિ સ્કાયલાઈન, ખ્યાતિ લેઝર એન્ડ રિક્રિએશન, ખ્યાતી બિઝનેસ પાર્ક, ખ્યાતિ ટેક્સકેમ પાર્ક કંપનીઓમાં કાર્તિક પટેલ ડેસિગ્નેટેડ પાર્ટનર છે. તેમજ ખ્યાતિ મલ્ટીમીડિયા- એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ અને ખ્યાતિ રિટેઇલ્સ એન્ડ ઈટરી પ્રા.લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે.

ખ્યાતિ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, ખ્યાતિ જેનેકસ્ટ યુટીલિટીઝ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ, ખ્યાતિ રિયાલિટીઝ લિમિટેડ, ખ્યાતિ ફિનકેપ લિમિટેડ, અમદાવાદ બેરીએટિક્સ એન્ડ કોસ્મેટિક્સ પ્રા.લિમિટેડ, ખ્યાતિ વર્લ્ડ એજ્યુકેર પ્રા.લિમિટેડ, ખ્યાતિ મેડીકેર લિમિટેડના ડિરેક્ટર છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર