પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં શિયા-સુન્ની વચ્ચે ભયંકર સંઘર્ષ, ૪૬ નાં મોત, મૃત્યુઆંક વધી શકે
– 2007 થી 2011 સુધીમાં સંઘર્ષમાં 2000થી વધુનાં મોત
– છેલ્લા કેટલાએ મહિનાઓથી લોકો એક સાથે મળી જૂથમાં જ મુસાફરી કરી શકે છે : મુખ્ય માર્ગો બંધ : અનેકનાં મોત
ઇસ્લામાબાદ : પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે આવેલા સુંદર ખીણો ભરેલા પ્રદેશ ખૈબર પખ્તુનવામાં છેલ્લા કેટલાએ મહિનાઓથી શિયા-સુન્ની સંઘર્ષ ચાલી રહ્યો છે. તેમાં છેલ્લા કેટલાક સપ્તાહોથી તો તે ચરમસીમાએ પહોંચ્યો છે. હજી સુધીમાં ત્યાં 46નાં મૃત્યુ નોંધાયા છે. પરંતુ મૃત્યુ પામેલાઓની સંખ્યા હજી સ્પષ્ટત: જાણી શકાઈ નથી. આથી સ્થાનિક તંત્રે મુસાફરી ઉપર જ પ્રતિબંધ મુકતાં મુખ્ય માર્ગો બંધ કર્યા છે. આમ છતાં શિયા-સુન્ની એક બીજા ઉપર હુમલા કરી રહ્યા છે.
12 ઓકટોબરે થયેલા એક સંઘર્ષમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સ્થાનિક શાંતિ સમિતિના સભ્ય અને જન-જાતીય વડીલોની જિરગા (સમિતિ)ના સભ્ય મહમૂદ અલી જાને કહ્યું હતું કે, છેલ્લા કેટલા મહિનાઓથી અહીં લોકો કાફલામાં જ મુસાફરી કરી શકે છે. (એકલ-દોકલ નહીં)
ગત સપ્તાહે હજ્જારો લોકો કુર્રમ જિલ્લાના મુખ્ય મથક પરાચિનરમાં એક શાંતિ માર્ચ કાઢી હતી. તેમણે આ વિસ્તારમાં રહેતા 8 લાખ લોકોની સુરક્ષા માટે સરકાર સમક્ષ માગણી કરી હતી. આ નિવાસીઓમાં 45 ટકાથી વધુ શિયા-પંથીઓ છે.
જિરગા નેતાઓની એક સભા છ. જે પશ્તુઓ વચ્ચે ઉભા થતા વિવાદો ઉકેલવા સર્વ સંમતિથી નિર્ણય કરે છે. પરંતુ, હજી તે જિરગા પણ આ વિવાદ પૂરે પૂરો ઉકેલી શકી નથી.
વાસ્તવમાં 2007 થી 2011 દરમિયાન આ સંઘર્ષમાં 2000થી વધુ લોકો માર્યા ગયા છે. તેટલું જ નહીં પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં અફઘાનિસ્તાનના ખોસી પકિનય અને નંગરહાર પ્રાંતોના આ પર્વતીય પ્રદેશમાં તહેરિક-એ-તાલિબાન- એ- પાકિસ્તાન (ટીટીપી) અને ઇસ્લામિક – સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવેન્ટ (આઈએસઆઈએલ) જેવા સશસ્ત્ર સમુહો સક્રિય રહ્યાં છે. તેઓ શિયા પંથીઓને નિશાન બનાવે છે.
ગત જુલાઈમાં ત્યાં હિંસા ભડકી ઊઠી હતી તે પછી 2 ઓગસ્ટે, આંતરજાતીય સંઘર્ષ વિરામ પર બંને પક્ષોએ હસ્તાક્ષર પણ કર્યા હતા છતાં સપ્ટેમ્બરમાં ફરી હિંસા ભડકી ઉઠી તેમાં 25 લોકોના મોત થયા.
આ વિવાદ અને આ હિંસાચાર તો વર્ષોથી ચાલે છે.