ઇઝરાયેલની ગાઝા-લેબનોનમાં એરસ્ટ્રાઇક : ૬૪ નાં મોત
– હીઝબુલ્લાહના હુમલામાં ઇઝરાયેલમાં બેનાં મોત
– અમેરિકાએ સીરિયામાં સળંગ બીજા દિવસે હુમલો કર્યો, મોટાપાયા પર મિલકતોને નુકસાનની સંભાવના
– ઇઝરાયેલેના વિમાનોએ બંને દેશોમાં કાળો કેર વર્તાવ્યો, અમેરિકાનો સહાય બંધ કરવાનો ઇનકાર
ગાઝા : ઇઝરાયેલે ગાઝા અને લેબનોનમાં વિનાશક હુમલો કરતાં કુલ ૬૪ના મોત નીપજ્યા છે. તેમા ગાઝામાં ૪૬ના મોત થયા છે અને લેબનોનમાં ૧૮ના મોત થયા છે. ઇઝરાયેલે ગાઝામાં પોતે જ જાહેર કરેલા માનવતાવાદીઝોન પર હુમલા કર્યા છે, એમ ડોક્ટરે જણાવ્યું હતું. જ્યારે લેબનોનમાં ઇઝરાયેલના વિમાનોએ બૈરુતના દક્ષિણ પરામાં હુમલો કરતાં ૧૮ના મોત નીપજ્યા હતા.
બીજી બાજુએ અમેરિકાએ જણાવ્યું હતું કે ગાઝામાં માનવતાવાદી સહાય માટે ઇઝરાયેલને આપવામાં આવેલી ડેડલાઇન પસાર થઈ ગઈ હોવા છતાં તે તેને આપવામાં આવતા શસ્ત્રોના પુરવઠામાં ઘટાડો નહીં કરે. આંતરરાષ્ટ્રીય સહાય જૂથોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલ માનવતાવાદી સહાય માટેની અમેરિકાએ માંગેલી ખાતરીઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે. જ્યારે અમેરિકાનું જ કહેવું છે કે માનવતાવાદી સહાયના મોરચે થોડી પ્રગતિ જોવા મળી છે.
આ ઉપરાંત સીરિયામાં અમેરિકાએ સળંગ બીજા દિવસે હુમલો કર્યો હતો. અમેરિકાએ આ હુમલો સીરિયાની ટેન્કો વગેરેનો કચ્ચરઘાણ નીકળી ગયો હોવાનું માનવામાં આવે છે.
ઇઝરાયેલે ગાઝામાં વિનાશ વેરવાનું ચાલુ રાખતા જારી રાખેલા હુમલામાં ૪૬ના મોત નીપજ્યા છે. ઇઝરાયેલે મુવાસીમાં પોતે જાહેર કરેલા માનવતાવાદી ઝોન પર કરેલા હુમલામાં ૧૧ના મોત નીપજ્યા હતા. નાસેર હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલામા બે બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉત્તરી ગાઝા બૈત હનૌનમાં કરેલી એરસ્ટ્રાઇકમાં ૧૫ના મોત નીપજ્યા છે. તેમા અલ ઝઝીરાના પત્રકારના સંબંધીનો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ શાબાત અને તેની પત્ની આલિયા પણ રહ્યા હતા. આ ઉપરાંત સેન્ટ્રલ અને સાઉથ ગાઝા પર કરેલા હુમલામાં બીજા ૨૦ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયેલના લશ્કરે આના પર કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી નથી.
ઇઝરાયેલે સેન્ટ્રલ લેબનોનમાં કરેલા હવાઈ હુમલામાં ૧૨ના મોત થયા હતા અને આઠને ઇજા પહોંચી હતી. આ હુમલો ચેતવણી વગર કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ઇઝરાયેલ નાગરિકોને વિસ્તાર ખાલી કરવાની ચેતવણી જારી કરતું હોય છે. ઇઝરાયેલે જે બિલ્ડિંગ પર હુમલો કર્યો ત્યાં વિસ્થાપિતો રહેતા હતા. ઇઝરાયેલે આ ઉપરાંત બૈરુત પર કરેલા હુમલામાં છના મોત થયા હતા. માર્યા ગયેલામાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલનું લશ્કર લશ્કર બંધાવે છે.
આ ઉપરાંત હીઝબુલ્લાહે કરેલા હવાઈ હુમલામાં ઉત્તરી ઇઝરાયેલમાં બેના મોત નીપજ્યા હતા. તેણે સ્કૂલ પર હુમલો કર્યો, જો કે તે સમયે સ્કૂલમાં કોઈ ન હતુ, કારણ કે તેમણે બોમ્બ વિરોધી શેલ્ટરમાં આશ્રય લીધો હતો.
ઈઝરાયલના પીએમ નેતાન્યાહૂ ઈરાનના ડરથી બંકરમાં છુપાયા
ઈઝરાયલી સૈન્ય એક તરફ હમાસ અને હિઝબુલ્લાહ જેવા સંગઠનો સામે લડે છે. બીજી તરફ ઈઝરાયલમાં જ હવે સરકાર સામે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. નેતાન્યાહૂ યુદ્ધવિરામ કરતા ન હોવાથી અસંખ્ય ઈઝરાયલી નાગરિકો અને સૈનિકોના મોત થઈ રહ્યા છે અને તેની સામે લોકોમાં આક્રોશ વધ્યો છે. એ બધા વચ્ચે ઈન્ટેલિજન્સ એજન્સીએ નેતાન્યાહૂને બહાર ન નીકળવાની સલાહ આપી છે. નાગરિકોના રોષનો સામનો કરી રહેલા નેતાન્યાહૂ પર ઈરાનના હુમલાનો પણ ભય છે. એ કારણે નેતાન્યાહૂ બંકરમાં ભરાઈ જવા માટે મજબૂર બન્યા છે. અહેવાલો પ્રમાણે નેતાન્યાહૂ બંકરમાં રહીને સરકારી કામકાજ કરી રહ્યા છે અને યુદ્ધની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દરમિયાન ઈઝરાયલના આ યુદ્ધના કારણે દરરોજ મૃત્યુઆંક વધી રહ્યો છે છતાં યુએન અને અમેરિકા સહિતના માનવ અધિકાર સંગઠનોએ મૌન રાખ્યું છે. બીજા કોઈ દેશમાં આવું થતું હોત તો આ જ માનવ અધિકાર સંગઠનોએ હોબાળો મચાવ્યો હોત.