અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ૧૨ કલાકથી ટ્રાફિકજામ, ૧૫ કિ.મી. સુધી વાહનોની કતારો
સુરત જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકજામ સર્જાયો.
ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો સામે આવ્યા.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોટી નરોલી ગામ પાસે 12થી 15 કિ. મી. લાંબો ટ્રાફિકજામ સર્જાયો.
નેશનલ હાઇવે પર કિમ નદીના ઓવરબ્રિજની મેન્ટેનન્સ કામગીરીને લઈને ટ્રાફિકજામ સર્જાયો.
નેશનલ હાઈવે વિભાગની કામગીરીને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે દરેક કટ પર પોલીસ તૈનાત છે.
માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામ પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે 48 પર કીમ નદીના ઓવરબ્રિજ પર ડામર પાથરવાની કામગીરીને લઇને હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો છે.
કલાકોથી વાહનો ટ્રાફિકમાં ફસાઈ જતાં વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે.