સુરેન્દ્રનગર : પાટડીમાં પીઆઈ એમ.કે.ઝાલા અને ૩ પોલીસકર્મી સસ્પેન્ડ, જાણો શું છે મામલો
સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારનો અડ્ડો પકડાવાના કેસમાં PI એમ.કે.ઝાલા અને 3 પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે આ જુગારનો અડ્ડો ACBમાં PI તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીના ભાઈના ઘરમાં આ જુગારનો અડ્ડો પકડાયો હતો.
પાટડીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે એક જુગારના અડ્ડા પર રેડ પાડીને 30 જેટલા જુગારીઓને 6.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારના અડ્ડા પર રેડ કરતા પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણીથી જુગારનો અડ્ડો ચાલતો હોવાનું બહાર આવતા આ કેસમાં PI અને આ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે :
- એમ. કે. ઝાલા – પાટડી PI
- ગણપતભાઈ ભુરાભાઈ – હેડ કોન્સ્ટેબલ
- વિપુલ કાનજીભાઈ – કોન્સ્ટેબલ
- ગૌતમભાઈ કાંતિલાલ – કોન્સ્ટેબલ
આ જુગારનો અડ્ડો ACBમાં PI તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીના ભાઈ કિરણ ઠાકોર ના ઘરમાં ચાલતો હતો.