ધ્રાંગધ્રા ખાતે રેગિંગ કાંડ સામે રોષ : કડક કાર્યવાહીની માંગ
પાટીદાર સમાજે રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું
પાટણના ધારપુર ખાતે આવેલી મેડિકલ કોલેજ ખાતે જેશડા ગામના પતુદર સમાજના યુવાન સાથે કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા એટલી હદે રેગિંગ કર્યું હતું કે જેસડા ગામનો યુવાન જિંદગીની છોડીને ચાલ્યો ગયો હતો.
આ યુવાન પરેદિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એવો તે કેવો ત્રાસ આપ્યો હસે કે જવાનજોધ યુવાનનું શરીર આ પીડા સહન કરી શક્યું નહી.
પરંતુ જ્યારે યુવાન મોતને ભેટ્યો ત્યારે તેઓના પરિવારજનો સહિત આખુંય જેસડા ગામ પણ હીબકે ચડ્યું હતું તેવામાં ધ્રાંગધ્રા ખાતે જેશડા ગામના મૃતક વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે શુક્રવારે સવારે પાટીદાર સમાજે રેલી અને આવેદન પત્ર પાઠવ્યું હતું.
મોટી સંખ્યમાં પાટીદાર સમાજ એકત્ર થઈ રેલી સ્વરૂપે ધ્રાંગધ્રા સેવા સદન ખાતે પહોંચ્યો હતો અને પ્રાંત અધિકારી તથા મામલતદારને આવેદન પત્ર પાઠવી જે પ્રકારે પાટણ ખાતે મેડિકલ કોલેજમાં રેગિંગની બનાવ બન્યો તેમાં તટસ્થ તપાસ કરવી સાથે જ સિનિયર વિદ્યાર્થીઓ સહિત મેડિકલ કોલેજના જવાબદાર સંચાલકો સામે પણ પગલાં ભરવાની માંગ સાથે ગુજરાતની અન્ય કોઈપણ સ્થળે આ પ્રકારની ઘટના ન બને તેની તકેદારી રાખી ઝડપાયેલ સિનિયર વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહીની માંગ કરી હતી.
જોકે આ રેલીમાં પાટીદાર સમાજ સાથે અન્ય સમાજે પણ ટેકો જાહેર કરી અને રેગિંગ કરનાર યુવાનો સામે રોષ વ્યકત કરાયો હતો.
રેગિંગ કાંડની ફરિયાદમાં દર્શાવેલ મુખ્ય આરોપી અવધેશ પટેલ માલવણ ગામના અને સુરેન્દ્રનગર જિલ્લા ગુજકોમસોલના ડિરેક્ટર ઈશ્વરભાઈ નાથુભાઈ પટેલનો પૌત્ર છે. વર્ષો પૂર્વે ધ્રાંગધ્રા વિધાનસભામાં “નગારા” ચૂંટણી ચિન્હ સાથે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતરેલા ઈશ્વર પટેલને પાટીદાર સમાજે ખોબેને ધોબે મત આપ્યા હતા અને તેઓના જ પૌત્રે પાટીદાર સમાજના યુવાન પર જુલમ કર્યો ?