સુરેન્દ્રનગર નગરપાલિકાના વિસ્તારમાં ભરશિયાળે પાણીનો રહીશોમાં કકળાટ
વહીવટમાં ખાડે ગયેલી નગરપાલિકાના શાસનમાં પ્રાથમિક સુવિધાઓ અભાવ
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને ટૂંક સમયમાં મહાનગરપાલિકાની દરજ્જો મળવા જઈ રહ્યો છે પરંતુ મહા નગરપાલિકા જેવી અહી કોઈ પ્રાથમિક સુવિધા લોકોને મળતી નથી .
સુરેન્દ્રનગર શહેરના ખાડા ખળબચળા રોડ, પાણીની અસુવિધા સહિતના પ્રશ્ને અહી દર એકાંતરે જુદા જુદા વિસ્તારોના ટોળા નગરપાલિકા ખાતે વારંવાર નજરે પડે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના મૂળચંદ રોડ પર રહેતા રહીશો ગઈ કાલે કલેકટર કચેરી ખાતે પ્રાથમિક સુવિધાના અભાવે દોડી ગયા હતા .
અહીંના રહીશોનું કહેવું હતું કે તેઓને પાણી પ્રશે છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો કરી છે છતાં કોઈ નિકાલ આવ્યો નથી સ્થાનિક નગરપાલિકાનું નીંભર તંત્ર કોઈ સુવિધા આપવામાં રાજી નહિ હોવાના લીધે રહીશો તકલીફ સાથે જીવન વિતાવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાની રજૂઆતમાં કોઈ પરિણામ નહિ આવતા અંતે જિલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરી પાણીના પ્રશ્નનો વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી.