આપાગીગાના ઓટલા પાસે વાહનની અડફેટે સાધુનું મોત
– મૃતકની ઓળખ કરવા પોલીસની તજવીજ
– ચોટીલા હાઇવે પર પગપાળા જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત : ટક્કર મારી વાહન ચાલક ફરાર
સુરેન્દ્રનગર : ચોટીલા નેશનલ હાઇવે પર આપાગીગાના ઓટલા નજીક અજાણ્યા વાહનની અડફેટે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી મૃતકની ઓળખ મેળવા તપાસ હાથ ધરી છે.
ચોટીલા નેશનલ હાઇવે પર પગપાળા ચાલીને જઇ રહેલા સાધુને અજાણ્યા વાહને અડફેટે લેતા સાધુને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો.
અકસ્માત થતાં સ્થાનિકો દોડી આવ્યા હતાં અને આ અંગે પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસને જાણ કરી હતી. ચોટીલા પોલીસે સ્થળ પર પહોંચી મૃતક સાધુની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને મૃતક સાધુની ઓળખ કરવા તપાસ હાથ ધરી હતી. ચોટીલા પોલીસ અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.