36 વર્ષે રિટાયર્ડ થતાં મહિલા પ્રોફેસરે 3 કરોડનું દાન કર્યુ : નિવેદિતાબેન ત્રિવેદીએ મિલકત શૈક્ષણિક સંસ્થાઓને અર્પણ કરી, આજે ધ્રાંગધ્રામાં જાહેર સન્માન
સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રાની શ્રીયાંસ પ્રસાદ જૈન આર્ટ્સ કોમર્સ કોલેજમાં 36 વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન સેવા આપી નિવૃત થયેલા નિવેદિતાબેન ખોડીદાસભાઇ ત્રિવેદીએ જીવનની સંધ્યાએ પોતાની ત્રણ કરોડની તમામ અર્થોપાજીર્ત મિલકત શહેરની વિવિધ શૈક્ષણિક, તબીબી, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પ્રસાદરુપે અર્પણ કરી અનુકરણીય અને સરાહનીય કાર્ય
નિવેદિતાબેન ત્રિવેદીએ મિલકત શૈક્ષણિક સંસ્થાઓને અર્પણ કરી, આજે ધ્રાંગધ્રામાં જાહેર સન્માન
36 વર્ષે રિટાયર્ડ થતાં મહિલા પ્રોફેસરે 3 કરોડનું દાન કર્યુ : દેશદાઝ, સાહસ અને વીરતાના સંસ્કારનું સિંચન
નિવોદિતાબેન કોલેજમાં બજાવેલી ફરજ દરમિયાન એક આદર્શ શિક્ષક તરીકે પ્રતિભા દાખવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કઠોર, શિસ્તબદ્ધ, ન્યાયપ્રિય અને નીડર પ્રાધ્યાપિકા તરીકે આગવી નામના મેળવી હતી. સૌરાષ્ટ્રભરની કોલેજોમાં ઓબ્ઝર્વર તરીકે પરીક્ષાશુધ્ધિ માટેની તેમની જીવના જોખમે કરેલી કાર્યવાહી નોંધનીય બની રહી હતી. તેમણે કોલેજમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને દેશદાઝ, સાહસ અને વીરતાના સંસ્કારનું સિંચન કરી એનસીસીની સ્થાપના કરી નિરંતર 35 વર્ષ સુધી સફળ સંચાલન કર્યુ હતું.
1998-99 માં ધ્રાંગધ્રા પાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ રહ્યા
વધુમાં નિવેદિતાબેન ધ્રાંગધ્રા નગરપાલિકામાં 1998થી 1999 દરમિયાન પ્રથમ મહિલા પ્રમુખ રહી સફળ સંચાલન સાથે આગવી પ્રતિભા દાખવી હતી. ત્યારે નિવેદિતાબેન દ્વારા પોતાની જીવનપુંજી સહિત મિલકત જયારે સમાજને અર્પણ કરી રહ્યા છે, ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકા, શહેરના એજ્યુકેશન ટ્રસ્ટો, કેળવણી મંડળો ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા આજે રવિવારના રોજ ધ્રાંગધ્રાની ઔદિચ્ય બ્રાહ્મણ ભોજનશાળા ખાતે સન્માન કરાશે.
36 વર્ષે રિટાયર્ડ થતાં મહિલા પ્રોફેસરે 3 કરોડનું દાન કર્યુ : ધ્રાંગધ્રામાં સન્માન સમારોહ યોજાયો
વિરોચિત કહી શકાય તેવા સન્માન સમારોહમાં અધ્યક્ષ પદે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા, મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય પ્રકાશ વરમોરા, અતિથી પદે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, સુરેન્દ્રનગરના શિક્ષણવિદ ડો. પન્નાબેન શુકલા ખાસ ઉપસ્થિત રહેશે.