કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા રૂ. ૩૦.૮૧ લાખની વસૂલાત કરાઈ

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા રૂ. ૩૦.૮૧ લાખની વસૂલાત કરાઈ

સુરેન્દ્રનગર જિલ્લા મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા કાર્યવાહી

139 એકમો સામે નિયમાનુસાર કાર્યવાહી કરી રૂ. 1.42 લાખની વસૂલાત

મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા દ્વારા એપ્રિલ-2024થી ઓક્ટોબર – 2024ના સમયગાળા દરમ્યાન પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીઝ, સોના – ચાંદી, અનાજ – કરીયાણા, ફરસાણ, શાકભાજી તથા અન્ય વેપારી ફેરીયાઓના કાંટા-વજન, ઇલેક્ટ્રોનિક્સ બેલેન્સ, વે-બ્રિજ તેમજ પંપ યુનીટની ચકાસણી/મુંદ્રાકન અને અન્ય ફી પેટે રૂ. 30,81,274/- ની સરકારી આવકની વસુલાત કરવામાં આવી છે.

એપ્રિલ-2024થી ઓક્ટોબર-2024ના સમયગાળા દરમ્યાન ધી લિગલ મેટ્રોલોજી એક્ટ-2009 અને પેકેઝડ કોમોડીટીઝ રૂલ્સ-2011 અન્વયે 2264 એકમોની ઓચિંતી મુલાકાત લઈ તોલમાપ ધારા અન્વયે 121 એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી પ્રો.કેસ નોંધી રૂ.1,00,650/-અને પેકેઝડ કોમોડીટીઝ રૂલ્સ અન્વયે 18 એકમો સામે કાયદાના ભંગ બદલ કાર્યવાહી કરી પ્રો.કેસ નોંધી રૂ.42,000/- રૂપિયાની ફી વસુલ કરવામાં આવી છે.

આમ, કુલ 139 એકમો સામે નિયમાનુસાર કાર્યવાહી કરી કુલ રૂ. 1,42,650/- રૂપિયાની ફી પેટે વસુલ કરવામાં આવી છે.

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીની કચેરીના અધિકારી દ્વારા હોદ્દાની રૂએ મળેલ સત્તાઓ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં 18 વખત સામુહીક તપાસ હાથ ધરી 133 એકમો સામે નિયમના ભંગ બદલ કાર્યવાહી કરીને રૂ. 1,36,300/- રૂપિયા ફી પેટે સ્થળ ઉપર જ વસુલાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ગ્રાહકોની જાગૃતિ માટે બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવે છે.

એપ્રિલ-2024થી ઓક્ટોબર-2024ના સમયગાળા દરમ્યાન સ્કુલ/કોલેજ અને જાહેર સ્થળોએ 49 જેટલા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રાહકોની છેતરપીંડી બાબતે કચેરીને મળેલી 8 ફરીયાદોમાં ગ્રાહક તરફી સમાધાન કરાવી તેનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર