ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

– બે મહિલાના ઘટના સ્થળે જ્યારે અન્ય બે મહિલાના હોસ્પીટલમાં મોત નીપજ્યા

– એક જ પરીવારની ચાર મહિલાના મોત નીપજતા શોકનો માહોલ

– અન્ય ૧૫ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસપીટલ ખસેડાયા

– મોડીસાંજે મૃતકોની અંતિમવિધિમાં પરિવારજનો સહિત ગ્રામજનો અને આગેવાનો જોડાયા 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી ૫સાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવોએ માઝા મુકી છે .

દરરોજ નેશનલ હાઈવે પર અકસ્માતમાં મોતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે .

ચોટીલા-રાજકોટ હાઈવે પર મોલડી ગામ પાસે ટ્રક અને પીકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો .

જેમાં એક જ પરિવારની ચાર મહિલાના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ૧૫થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા.

ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પીકઅપ : લીંબડી તાલુકાના શીયાણી ગામના કોળી પરિવારના લોકો પીકઅપ વાનમાં પિતૃ તર્પણના કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યાં હતાં . 

દરમ્યાન મોડીરાત્રે ચોટીલા-રાજકોટ હાઈવે પર મોલડી ગામ પાસે આપા ગીગાના ઓટલા નજીક ટ્રક અને ટ્ક અને પીકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો .

અકસ્માતમાં પીકઅપમાં સવાર ૨૦ વ્યક્તિઓ પૈકી બે મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ૧૮ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચોટીલા તેમજ રાજકોટ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા .

જ્યાં સારવાર દરમ્યાન ચોટીલા સરકારી હોસ્પીટલમાં એક મહિલાનું જ્યારે વધુ એક મહિલાનું રાજકોટ સરકારી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નીપજતા કુલ મૃત્યુ આંક ૪ ઉપર પહોંચ્યો હતો.

જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક તમામ ચારેય મહિલાઓ કોળી પરિવારની અને દેરાણી-જેઠાણી થતી હોવાનું સામે આવ્યું હતું.

મોડીરાત્રે સર્જાયેલ આ ગંભીર અકસ્માતમાં બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો .

મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી હતી.

જ્યારે એક જ પરિવારની ચાર મહિલાના મોત નીપજતા સમગ્ર પરિવારજનો સહિત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી .

મોડીસાંજે તમામ મૃતકોની અંતિમવિધિ કરવામાં આવી હતી જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનો, આગેવાનો સહિતનાઓ જોડાયા હતા .

સમગ્ર માહોલ શોકમય બન્યો હતો.

ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલ મૃતકો.

(૧) મગજીબેન ગોબરભાઈ રેથરીયા ઉ.વ.૭૨

(૨) ગલાલબેન કાળુભાઈ રેથરીયા ઉ.વ.૬૦

(૩) મંજુબેન ઘનશ્યામભાઈ રેથરીયા ઉ.વ.૬૫

(૪) ગૌરીબેન પાંચાભાઈ રેથરીયા ઉ.વ.૬૭

તમામ રહે.શિયાણી તા.લીંબડી

ચોટીલા-રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પીકઅપ : ટ્રક અને પીકઅપ વાન વચ્ચે અકસ્માતના ઈજાગ્રસ્તો

(૧) મનજીભાઈ સગુભાઈ રેથરીયા ઉ.વ.૬૮, રહે.શિયાણી

(૨) ચીકાભાઈ શંકરભાઈ રેથરીયા ઉ.વ.૬૦, રહે.દેવળીયા

(૩) કરમશીભાઈ દેવાભાઈ જતાપરા ઉ.વ.૬૦, રહે.ઝાંપોદર

(૪) રાહુલભાઈ ખોડાભાઈ રેથરીયા ઉ.વ.૨૪, રહે.શિયાણી

(૫) બટુકભાઈ ગંગારામભાઈ જમોદરા ઉ.વ.૬૫, રહે.શિયાણી

(૬) ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ રેથરીયા ઉ.વ.૬૦, રહે.શિયાણી

(૭) ગણપતભાઈ કાળુભાઈ રેથરીયા ઉ.વ.૪૬, રહે.શિયાણી

(૮) રમેશભાઈ ઘનશ્યામભાઈ રેથરીયા ઉ.વ.૩૨, રહે.શિયાણી

(૯) ગીતાબેન દશરથભાઈ રેથરીયા ઉ.વ.૪૫, રહે.શિયાણી

(૧૦) દશરથભાઈ ગોબરભાઈ રેથરીયા ઉ.વ.૪૬, રહે.શિયાણી

(૧૧) ભરતભાઈ ગોબરભાઈ રેથરીયા ઉ.વ.૫૦, રહે.શિયાણી

(૧૨) માવજીભાઈ કાળુભાઈ રેથરીયા ઉ.વ.૫૪, રહે.શિયાણી

(૧૩) રંજનબેન ખોડાભાઈ રેથરીયા ઉ.વ.૩૭, રહે.શિયાણી

(૧૪) વિશાલભાઈ રાજુભાઈ કાણોતર ઉ.વ.૩૦, રહે.કુડલા

(૧૫) ગોબરભાઈ લક્ષ્મણભાઈ રેથરીયા ઉ.વ.૭૦, રહે.શિયાણી

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર