મૂળીના સરા ગામે સરકારી શાળા નજીક ગંદકી દૂર કરવા ગ્રામ પંચાયતે આળસ ખંખેરી
અખબારી અહેવાલ બાદ ગટરમાં થતી ગંદકી દૂર કરાઈ
મૂળી તાલુકાના સરા ગામે સરકારી શાળા નજીક છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી ગટર અને ગંદકી ન લીધે શાળાએ આવતા બાળકો આ ગંદકી ભર્યા વાતાવરણમાંથી પસાર થતા હતા .
જે અંગે અનેક વખત ગ્રામજનો અને શાળાના આચાર્ય દ્વારા પણ સફાઈ કરવા રજૂઆત કરાઈ હતી .
છતાં પણ સરા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હતા .
ત્યારે અંતે સરકારી શાળા નજીક ગટરના ગંદા પાણીથી થતી ગંદકીને દૂર કરવા માટે સરા ગ્રામ પંચાયતે આળસ ખંખેરી તાત્કાલિક સફાઈ હાથ ધરી હતી .
ગટરમાં ભરેલા ગંદા પાણીનો નિકાલ કરી શાળાની આજુબાજુ રહેલા ઉકરડાને પણ સાફ કરવામાં આવ્યો હતો.
ત્યારે બાળકો અને સ્કૂલના સ્ટાફ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ ગંદકીના નિકાલ માટે કાર્યવાહીની માંગ કરતા હતા .
પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ધ્યાને નહિ લેતા અંતે અખબારી આગેવાન પડઘા પડતાં પંચાયતે તાત્કાલિક કામગીરી આદરી હતી.