કચ્છના નાના રણમાં અગરિયાઓની પીવાના પાણી માટે રઝળપાટ
પુરવઠા વિભાગ દ્વારા પાણી પહોંચાડવાની ડંફાસો વચ્ચે અગરિયાઓ તરસ્યા
સુરેન્દ્રનગર સહિત મોરબી, પઠાણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓના છેવાડે આવેલા કચ્છનું નાનું રણ વિશ્વ પ્રસિદ્ધ છે .
જેમાં ખાસ કરીને અહી ઘુડખર અને મીઠું પકવતા અગરિયાઓને લીધે રનની શોભા વધી રહી છે.
જેમાં અહી ઉત્પાદન થતું હજારો ટન મીઠું લગભગ દેશ અને દુનિયાના દરેક ખૂણે પહોચે છે .
ત્યારે આ મીઠું ઉત્પાદન કરવામાં અહી રણમાં વસતા અગરિયાઓને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે .
વર્ષના આઠ મહિના અગરિયા પોતાના પરિવાર સાથે રણમાં જ ઝૂંપડું બનાવીને રહે છે.
હાલ ચોમાસા બાદ ફરીથી અગરિયાઓને મીઠું પકવવાની સીઝન શરૂ થઈ ચૂકી છે .
આ મીઠું પકવતા અગરિયાઓને રણમાં પીવાના પાણીની ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે .
પુરવઠા વિભાગે દરેક રણમાં વસવાટ કરતા અગરિયાઓ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે ટેન્કરની વ્યવસ્થા કરવાની હોય છે .
ધ્રાંગધ્રા ખાતે આવેલા રણ વિસ્તારમાં અગરિયાઓને ટેન્કર થકી પીવાનું પાણી નહિ મકવાણા લીધે રૂપિયા ખર્ચ કરવા પડે છે .
એમાંય રૂપિયા ખર્ચ કરવા છતાંય દૂર સુધી પાણીના વાસણો લઈને ભરવા માટે જવું પડે છે.
આ તરફ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા અગરિયાઓને પીવાના પાણીની વ્યવસ્થા માટેની દરેક રજૂઆતને ઠેબે ચડાવી ફરજ ચૂકી રહ્યા છે .
જેના લીધે મીઠું પકવતા અગરિયાઓ હાલ પીવાના પાણી માટે રઝળપાટ કરતા નજરે પડે છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા રણમાં ટેન્કર ચલી શકે તેવું નહિ હોવાનો ઊડાવ જવાબ આપતા હવે અગરિયાઓ પાણી વગર તરસ્યા હોવા મળે છે .
તેવામાં રણમાં વસવાટ કરતા 1200થી વધુ અગરિયા પરિવારોને પીવાનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા થાય તેવી અગરિયાઓના પરિવારજનો દ્વારા માંગ પણ કરાઈ છે.
ધ્રાંગધ્રા પાણી પુરવઠા વિભાગના અધિકારી સાથે ટેલીફોનીક વાતચીત
રણમાં અગરિયાઓને પાણી આપવાના મામલે ધ્રાંગધ્રા પાણી પુરવઠા વિભાગના અધિકારી ગૌતમભાઈ પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરતા તેઓ દ્વારા જણાવાયું હતું કે ” હજુ સુધી રણમાં પાણીના ટેન્કર સપ્લાય કરવા માટેનું ટેન્ડર થયું નથી જેથી પોતે કઈ નિર્ણય લઈ શકે નહિ અને આતો વડી કચેરીને કામ છે જ્યારે ટેન્ડર પાસ થશે ત્યારે પાણીની સપ્લાય શરૂ કરી દેવાશે” તો શું ટેન્ડર પાસ થાય તે પ્રક્રિયા સુધી અગરિયાઓને તરસ્યા રહેવાનું ?