દિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ થયો, પોલીસ-ફાયર બ્રિગેડ વિભાગમાં દોડધામ મચી
Explosion in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર નજીક એક જોરદાર વિસ્ફોટ થયાની માહિતી સામે આવી રહી છે.
દિલ્હી પોલીસને આ ઘટના વિશે જાણકારી મળી હતી.
જેના બાદ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ત્વરિત દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી.
https://x.com/PTI_News/status/1862033706237739172
તંત્રમાં દોડધામ મચી
પોલીસના ટોચના અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જ્યારે ફાયર વિભાગના જણાવ્યાનુસાર પ્રશાંત વિહારના બંસી સ્વીટ્સ નામની દુકાન નજીક શંકાસ્પદ વિસ્ફોટ થયાની જાણકારી પીસીઆર કૉલ પર મળી હતી.
જેના બાદ ફાયરબ્રિગેડના ચાર વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. બંસી સ્વીટ્સની નજીકમાં જ આ વિસ્ફોટ પાર્કની બાઉન્ડ્રી પાસે થયો હતો. માહિતી અનુસાર વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે સફેદ પાઉડર જેવી વસ્તુ વિખેરાયેલી મળી હતી.