શનિવારે દર્શનનો અનેરો મહિમા : ધાંગધ્રાના નારીચાણા ગામે હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા ઉમટ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનું નારીચાણા ગામ હનુમાનજીના મંદિરને લઈને જાણીતુ છે.
નારીચાણા હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે.
ગામના લોકો હળીમળીને રહીને મંદિરના પ્રસંગો મનાવે છે.
ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામ ધ્રાગધ્રાથી 20 કિલોમીટર દુર આવેલુ છે.
રોડ સહિતની સુવિધા છે, ત્યારે નારીચાણા ગામે સ્વયંભુ હનુમાનજીનું મંદિરને લઈને દેશ વિદેશમાં જાણીતુ છે.
આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે.
પીયત વિસ્તાર હોવાથી લોકો ત્રણ પાક લે છે.
નારીચાણા ગામમાં આવેલ સ્વયંભુ હનુમાનજી મંદિરને લઈને જાણીતુ છે.
મંદિર દેશ વિદેશીથી લોકો દર્શન કરવા માટે આવે છે. વર્ષમાં આવતા દરેક શનિવારે લોકોની ભારે ભીડ રહે છે.
કારતક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે.
મંદિરનો અનેરો ઈતીહાસ રહેલો છે. વર્ષો પહેલાં ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તિ નિકળી હતી.
હનુમાનજી પગમાં હળ વાગી ગયેલું ત્યારે ભાદરવા સુદ બીજના રોજ હનુમાનજીની મૂર્તિના પગમાંથી રસી નીકળે છે.
ત્યારે ધ્રાંગધ્રા તાલુકા નારીચાણા ગામે આવેલા સ્વયંભુ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે.
નારીચાણા મંદિરમાં મંદિરના મંહત રોહીતદાસબાપુ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.
મંદિરના મંહત રોહીતદાસબાપુએ જણાવ્યુ કે, આ અન્નક્ષેત્રનો પ્રસાદના સ્વરૂપમાં મંદિરે દર્શન માટે આવતા દર્શનાર્થીઓને જમાડવામાં આવે છે.
મંદિરે દર્શને આવતા લોકો પણ પ્રસાદનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે.
ગામના યુવાનો અને લોકો દ્વારા સેવા આપવામાં આવે છે.
સ્વયંભુ લોકો ફાળો આપે છે. કારતક મહિનાના દર શનિવારે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આ જગ્યાએ આવે છે.