સંયુક્ત પાલિકાના વોર્ડ નં. ૮ માં સીસીરોડનું ખાતમુર્હૂત કરાયું
સીસીરોડના કામો પાલિકા દ્વારા મંજૂર કરાયા હતા.
સુરેન્દ્રનગર શહેરમાં વોર્ડ નં. 8 ધ્રાંગધ્રાના ઉતારામાં રોડના મંજૂર થયેલ કામો શરૂ કરાયા હતા.
જેમાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા તથા સમાજ કલ્યાણ ચેરમેન વિશાલભાઈ જાદવ અને ભાવિનભાઈ કાવેઠીયા તથા સ્થાનિક વેપારીઓ અને વોરા સમાજના આગેવાનો સાથે વોર્ડના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા.
વિસ્તારના નાગરિક ચિંતનભાઇ અને તેજસભાઇએ જણાવ્યું કે રસ્તાઓ તૂટી ગયેલા હોવાથી નાગરિકોને પરેશાની થતી હતી.