સુરત પોલીસની કોમ્બિંગમાં મોટી કાર્યવાહી, ૭૭ મોબાઈલ સાથે ૨ મહિલાઓની કરાઈ ધરપકડ
જેમાં પોલીસે કોમ્બિંગ વખતે 4.79 લાખના 77 મોબાઈલ જપ્ત કર્યા છે અને બે મહિલાઓની ધરપકડ કરી છે .
મોબાઈલ રેલવે લાઈનથી ફોન મહિલાઓએ સ્નેચિંગ કર્યાની શંકા પોલીસને સેવાઈ રહી છે .
પોલીસે 2 મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ કરી છે.
ચંદા અને સોનલ નામની મહિલાઓ અન્ય શું ગુના આચર્યા છે તે દિશામાં તપાસ કરી છે.
ડીંડોલી વિસ્તારમાં હતુ કોમ્બિંગ
સુરતના ડીંડોલી વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ દરમિયાન પોલીસની મોટી કામગીરી સામે આવી છે.
ડિંડોલી પોલીસે કંજરવાડમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતુ અને તે દરમિયાન બે મહિલાઓને ચેક કરતા તેમની પાસેથી 77 મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
પોલીસને આશંકા છે કે રેલવે લાઈન પરથી આ ફોન સ્નેચિંગ કર્યા હશે બે મહિલાઓની ધરપકડ કરીને વધુ તપાસ આદરી છે.
બીજી તરફ પોલીસે હીસ્ટ્રીશીટરોની પણ તપાસ કરી હતી અને તેમના ઘર પણ તપાસ્યા હતા.
પોલીસે હીસ્ટ્રીશીટરોને આપી ચેતવણી
સુરત પોલીસ ઝોન-4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા, અલથાણમાંથી 2થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશિટરોને પોલીસે એક જગ્યા પર હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા.
100 જેટલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી ડીસીપી ઝોન-4 વિજયસિંહ ગુર્જર દ્વારા હવે ગુનાઓ ન કરવા અપાઇ ચેતવણી આપવામાં આવી હતી.
સાથે જ આ તમામ હિસ્ટ્રી ચીટરોને સમજ આપવામાં આવી હતી કે તમે ક્રાઈમ કરો તો તમારા પરિવાર અને અન્ય જે નુકસાન થઈ રહ્યું છે તે શું થાય છે.
ગુજરાતમાં પોલીસ સતર્ક બની
ગુજરાતમાં પોલીસ સતર્ક બની છે , છેલ્લા ઘણા દિવસોથી ક્રાઈમની અલગ-અલગ ઘટનાઓ બની છે .
જેને લઈ પોલીસ કોમ્બિંગ નાઈટ કરી છે , અમદાવાદ શહેર અને સુરતમાં પોલીસે કોમ્બિંગ નાઈટ કરી છે .
સુરત અને અમદાવાદમાં ક્રાઈમની ઘટનાઓ સતત બનતી રહે છે .
અમદાવાદ પોલીસે પણ બુટલેગરો સામે કાર્યવાહી કરી જેલ હવાલે કર્યા છે.
બીજી તરફ સુરતમાં પણ ડીસીપીએ ગુનેગારોને બોલાવી સમજણ આપી હતી.
ત્યારે ક્રાઈમની ઘટનાઓ ઓછી બને તેને લઈ પોલીસ પણ વધુ સતર્કતા દાખવી રહી છે.