આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું : સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત ખેડૂતોનાં લાભાર્થે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું : સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત ખેડૂતોનાં લાભાર્થે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું, 15 ડીસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાયબ બાગાયત નિયામક મુકેશ ગાલાવાડીયાએ અનુરોધ કરતા જણાવ્યું છે કે, વર્ષ : 2024-25 અન્વયે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે તે માટે “આઈ–ખેડૂત” પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ વિવિધ ઘટકો હેઠળ સરકારની સહાયનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરી .

ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ કાઢી નિયત જગ્યાએ ખેડૂતે સહી/અંગુઠાનું નિશાન કરી .

જરૂરી સાધનિક કાગળો જેવા કે, 7-12, 8-અના અદ્યતન ઉતારા, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેન્ક પાસબુકની નકલ, કેન્સલ ચેક, આધારકાર્ડની નકલ, અનુસુચિત જાતિ/ અનુસુચિત જન જાતિના ખેડૂત હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ અરજીની પ્રિન્ટ આઉટ નકલ સાથે બિડાણ કરી નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે નાયબ બાગાયત નિયામકની કચેરી, 207-08, બ્લોક-સી, બહુમાળી ભવન, બેરાળી રોડ સુરેન્દ્રનગર ખાતે સમયમર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બાગાયતી ખેતી કરતા ખેડૂતો પપૈયા, કેળ, ટીસ્યુકલ્ચર ખારેક, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવા, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, ફૂલ પાકની ખેતી, ખેતર પરના શોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગના યુનિટ, વગેરેની સહાય માટે વિવિધ ઘટકોમાં સરકારની યોજનાનો લાભ લેવા માટે તા. 15/12/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર