પ્રાણગઢ-નગરા રોડ ઉપર રાત્રે વાહનની અડફેટે ૩ ભેંસનાં મોત , ૩ ગંભીર
બુધવારની રાત્રે વઢવાણ તાલુકાના પ્રાણગઢ અને નગરા ગામ વચ્ચેના રસ્તા પર પશુઓ રસ્તાની સાઇડમાં પસાર થઇ રહ્યા હતા.
આ દરમિયાન કોઇ અજાણ્યા વાહને આ પશુઓને અડફેટે લેતા ઘટના સ્થળે જ 3 ભેંસના મોત થયા હતા.
જ્યારે 2 પશુની હાલત ગંભીર બની હતી. બનાવની જાણ થતા ગ્રામજનોના ટોળેટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.
જ્યારે આ પશુઓમાં 3 ભેંસ નગરા ગામના ખીમજીભાઈ ગલાભાઈ સોલંકી તેમજ દિનેશભાઈ દેવશીભાઈ દજૂધરેજીયાની હોવાનું બહાર આવ્યું હતું.
ગામના રસ્તા પર બનેલા બનાવ અંગે પોલીસે તેમજ પશુ ડોક્ટર સહિતનાઓે જાણ કરાઇ હતી.
બીજી તરફ અજાણ્યા વાહને અકસ્માત સર્જીને પશુઓને અડફેટે લઇ પશુઓના મોત મામલે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો.
રસ્તા ઉપર લોકો ઉતરી આવતા અડધો કિમી દૂર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.