ધ્રાંગધ્રાની ખાનગી હૉસ્પિટલ દ્વારા ગંદા પાણીનો જાહેરમાં નિકાલ

ધ્રાંગધ્રાની ખાનગી હૉસ્પિટલ દ્વારા ગંદા પાણીનો જાહેરમાં નિકાલ

સરકારી લાયબ્રેરીમાં પ્રવેશદ્વાર પર ગંદા પાણીથી વાંચકવર્ગ ત્રસ્ત

ધ્રાંગધ્રા શહેરના ચરમાળીયા ગ્રાઉન્ડ ખાતે કરોડોના ખર્ચે બનેલી લાઇબ્રેરી નજીક ગંદા પાણીના નીકળતી અહી આવતા વાચક વર્ગમાં અસંતોષ .

શહેરના ધબકતા અને શાંત વિસ્તાર તરીકે જાણીતી ચરમાળીયા સોસાયટી, મંદિર, તાલુકા પંચાયત અને લાઇબ્રેરી એમ ધાર્મિક સ્થળ, પુસ્તકાલય સરકારી કચેરી અને સોસાયટીમાં રહેતા રહીશોને નીકળવા માટેનો માર્ગ અહી આવેલો છે.

પરંતુ અહી આવેલી ખાનગી હોસ્પિટલ દ્વારા ગંદુ પાણી જાહેરમાં છોડવામાં આવે છે .

દરરોજ સવારના સમયે હોસ્પિટલની પાણી જાહેરમાં છોડતા બાજુમાં આવેલી લાયબ્રેરીમાં મુખ્ય પ્રવેશદ્વાર પર આ ગંદા પાણીથી તરબોળ જોવા મળે છે.

પુસ્તકાલય એટલે કે લાયબ્રેરીમાં અનેક વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને ઉજળું બનાવવા માટે વાંચન કરવા આવે છે .

સાથે જ કેટલાક વૃદ્ધ તથા વાચક વર્ગ પણ અહી દરરોજ પુસ્તકો વચી જ્ઞાન મેળવે છે

પરંતુ આ લાઇબ્રેરી બહાર મુખ્ય પ્રવેશદ્વાર પર ખાનગી હોસ્પીટલ દ્વારા છોડવામાં આવતા ગંદા પાણીનો જમાવડો જોવા મળતા આ દુર્ગંધયુક્ત પાણીના લીધે મોટાભાગના વાચક વર્ગ અહી મુશ્કેલી અનુભવે છે .

ત્યારે અગાઉ ખાનગી હોસ્પિટલના સ્થાનિક નગરપાલિકા દ્વારા ગંદુ પાણી જાહેરમાં કાઢવા બાબતે નોટિસ પણ આપી હતી .

પરંતુ ધ્રાંગધ્રા નગરપાલિકા નોટિસ આપી બાદમાં ભૂલી જવાની આદતને લીધે છેલ્લા કેટલાક સમયથી અહી લાયબ્રેરીમાં આવતા વાચકવર્ગ ત્રસ્ત થયા છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર