બજાણામાંથી એમ.ડી. ડ્રગ્સ વેચાણ માટે આવેલાં શખ્સને એસ.ઓ.જી. એ ઝડપી લીધો
વિરમગામના શખ્સને 2.95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી લીધો
રાજ્યના મહાનગરોમાં વિદેશી દારૂનું ચલણ હવે ઘટતું જાય છે જેના સામે હવે તેનાથી પણ વધુ ખતરનાક ડ્રગ્સના નસા તરફ યુવાધન બરબાદીના પંથે વળી રહ્યું છે.
ત્યારે અત્યાર સુધી આ ડ્રગ્સ મળતા શહેરો અને દરિયાઇ વિસ્તારોમાં જ જોવા મળતું હતું .
પરંતુ હવે જેમ વિદેશી દારૂની બદી જેમ ગાંધીના ગુજરાતમાં પ્રવેશી યુવાધનની નસ-નસ સુધી પહોચ્યું છે.
તે પ્રકારે હવે ઝાલાવાડમાં પણ દારૂથી પણ વધુ ખતરનાક ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે .
જ્યારે આ ડ્રગ્સ ઘુસાડવાના આ ષડયંત્રનો સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે પડદાફાસ કરાયો છે.
જેમાં ગુરુવારે મોડી રાત્રે બજાણા – પાટડી રોડ પર આવેલ ભેરુનાથ હોટેલના ગ્રાઉન્ડમાં એક શખ્સ એમ. ડી ડ્રગ્સ વેચાણ અર્થે આવતો હોવાની બાતમી સુરેન્દ્રનગર જીલ્લા એસ.ઓ.જી વિભાગના સ્ટાફને મળતા પીઆઇ બી.એચ.શીંગરખીયા, ચેહર્ભાઈ અમરશીભાઈ, અનિરુધ્ધસિંહ ઝાલા સહિતની ટીમે બજાણા હાઇવે પર આવેલી હોટેલમાં દરોડો કર્યો હતો .
જે દરમિયાન એક શંકાસ્પદ શખ્સને અટકાવી તેની અંગઝળતી કરતા શખ્સ પાસેથી 2.95 એમ.ડી ડ્રગ્સ કિંમત 29,500/- રૂપિયાનો મળી આવ્યો હતો સાથે જ શખ્સ પાસેથી રોકડ 2200/- રૂપિયા અને એક મોબાઇલ કિંમત 5000/- રૂપિયાનો એમ કુલ મળી 36700/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી શખ્સની પ્રાથમિક પૂછપરછમાં પોતે ઇફ્તાજ ઉર્ફે નવાબ ઈશુબભાઈ પઠાણ રહે: વિરમગામ વાળો હોવાનું જમાવી આ ડ્રગ્સ વેચાણમાં સંડોવાયેલ નિકુળ ઠાકોર ઉર્ફે પાપડી રહે: વિરમગામ વાળો પણ હોવાનો ખુલાસો કરતાં બંને વિરૂદ્ધ બજાણા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.