મૂળીના ભેટ ગામે આંગણવાડીની ભયજનક સ્થિતિથી વાલીઓમાં રોષ
નિર્માણ થતી આંગણવાડીનું કામ ગોકળગાયની ગતિએ થતો હોવાનો આક્ષેપ
મૂળી તાલુકાના ભેટ ગામે વર્ષો પૂર્વ નિર્માણ થયેલી આંગણવાડી હાલ જર્જરિત હાલતમાં હોવાથી અહી આવતા બાળકોના માથે સતત ભયનો છાયો રહ્યા કરે છે .
જ્યારે અન્ય આંગણવાડી છેલ્લા કેટલાક સમયથી નિર્માણ થઇ રહી છે .
પરંતુ આ નવનિર્માણ થતી આંગણવાડીની કામ ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી બાળકોના વાલીઓ પણ ત્રસ્ત થયા છે.
એક તરફ ખંડેર હાલતમાં પડેલી આંગણવાડી ખાતે બાળકોને બેસાડવા ખૂબ જ ભય જનક છે .
કારણ કે અહી જૂની આંગણવાડી જર્જરિત હોવાથી છત પરથી કેટલોક હિસ્સો નીચે પડી રહ્યો છે ત્યારે બીજી તરફ નવનિર્માણ થઈ આંગણવાડીની કામ પૂર્ણ નહિ થયું હોવાથી હવે બાળકોને ન છૂટકે લાંબુ વેકેશન ફાળવવું પડે તેવી સ્થિતિ ઉદભવ થઈ છે.
ત્યારે ભેટ ગામે જો નિર્માણ થયું આંગણવાડીની કામ ઝડપી પૂર્ણ થાય તો સ્થાનિક ગ્રામજનોના બાળકોને અભ્યાસનો પાયો મજબૂત બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.