જુઓ , કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ : વિવિધ કાર્યક્રમોની સાથે વર્લ્ડ રૅકોર્ડ બનાવવાનું આયોજન

જુઓ , કાંકરિયા કાર્નિવલ ૨૦૨૪ : વિવિધ કાર્યક્રમો ની સાથે વર્લ્ડ રૅકોર્ડ બનાવવાનું આયોજન

અમદાવાદમાં આગામી 25થી 31 ડિસેમ્બર દરમિયાન 15મા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો સહિત અનેક કાર્યક્રમો યોજાશે.

કાંકરિયા કાર્નિવલ અંગે સ્ટેડિંગ કમિટીના ચેરમેન અને ડે. મ્યુનિસિપલ કમિશ્નરે જાણકારી આપી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો, લોક ડાયરો સહિત અનેક કાર્યક્રમો યોજાશે

સ્ટેડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, અમદાવાદમાં આ વખતે 15મા કાંકરિયા કાર્નિવલનું આગામી 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે.

કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો, લોક ડાયરો સહિત અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે.

આ વખતે કાંકરિયા કાર્નિવલના સાત દિવસમાં કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવે સહિતના ગુજરાતના પ્રખ્યાત કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ કરશે.

જ્યારે રાતના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ લેસર શો, ડ્રોન શો, આતશબાજી સહિતના અન્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત લાફિંગ ક્લબનો ઉપયોગ, નેલ સ્પર્ધા સહિતની વિવિધ સ્પર્ધા યોજાશે.

ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ યોજવાનું આયોજન

‘વિકસિત ભારત અને વિકસિત ગુજરાત’ની થીમ પર કાંકરિયા કાર્નિવલના પહેલા દિવસે એટલે કે 25 ડિસેમ્બરે પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યારબાદ મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે. ગિનિસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ યોજવાનું આયોજન છે.

જેમાં સ્કૂલના બાળકોની ટોફી ઓપનિંગ કોમ્પિટિશન થશે. કાંકરિયા કાર્નિવલમાં ત્રણ સ્ટેજમાં કાર્યક્રમો યોજાશે.

જેમાં લગભગ 200 જેટલા કલાકારો પરફોર્મ કરશે. સવાર, બપોર અને રાત્રે એમ અલગ-અલગ સમયે કાર્યક્રમો યોજાશે.

કાંકરિયા કાર્નિવલમાં સવારે 6થી 10 દરમિયાન યોગા, પ્રાણાયમ, ફિટનેસ, અલગ-અલગ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે બપોરના 3થી 5 વાગ્યામાં લોકો વધુને વધુ ભાગીદારી નોંધાવે તેવા કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે, જેમાં આર્ટ ઍન્ડ કલ્ચરમાં ટેટુ મેકિંગ, મહેંદી વર્કશોપ, ફોટોગ્રાફી વર્કશોપ, ગેમિંગ ઝોનમાં વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે સાંજે આશરે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં લેસર શો, ગન શો, સ્ટીલ્ટ વોકિંગ, એક્વાયર શો, ફાયર શો, સર્કસ સહિતના અલગ-અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર