જોરાવરનગરના યુવકની અનોખી સિદ્ધિ , કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા લખી અને કૃષ્ણ લીલા પણ ૧૪ ફૂટના કાપડ પર લખી લોક સંસ્કૃતિને ઉજાગર કરી
સુરેન્દ્રનગરના જોરાવરનગરના યુવકની અનોખી સિધ્ધિ જોવા મળી છે.
18 વર્ષના યુવકે કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા લખી લોક સંસ્કૃતિને ઉજાગર કરી છે.
કૃષ્ણ લીલા પણ 14 ફૂટના કાપડ પર લખી છે, જેનો પણ એવોર્ડ મેળવ્યો છે.
જેમાં વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી પરિવાર અને ઝાલાવાડનું ગૌરવ પણ વધાર્યું છે.
જેમાં આ યુવાને દરરોજના અંદાજે 7થી 8 કલાક જેટલો સમય ફાળવી 15 દિવસમાં કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા લખી હતી.
અંદાજે 800થી વધુ પેઈજમાં કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા લખતા યુવક દ્વારા અંદાજે 9 જેટલી કેલીગ્રાફી પેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે આજની નવી પેઢીના યુવાનો મોબાઈલ તેમજ મલ્ટીપ્લેક્ષના જમાનામાં હાઈફાઈ જીવન જીવવાનું વધુ પસંદ કરતા હોય છે.
ત્યારે સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં રહેતા 18 વર્ષના યુવકે કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા અને કૃષ્ણ લીલા 14ના કાપડ પર લખી લોક સંસ્કૃતિને ઉજાગર કરી છે.
સાથે સાથે વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવી પરિવાર અને ઝાલાવાડનું ગૌરવ પણ વધાર્યું છે :
જોરાવરનગરના યુવકની અનોખી સિદ્ધિ , કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા
સુરેન્દ્રનગરના જોરાવરનગર શહેરી વિસ્તારમાં રહેતા કેતનભાઈ જાદવનો 18 વર્ષનો પુત્ર આર્ય હાલ અમદાવાદ ખાતે સેપ્ટ યુનિવર્સીટીમાં આર્કિટેકચરનો અભ્યાસ કરી રહ્યો છે.
આર્ય એ અગાઉ સોશ્યલ મીડીયામાં આસામના એક વૃધ્ધ મહિલાને કેલીગ્રાફી સ્ટાઈલમાં કપડા પર લખાણ કરતો વિડિયો જોયા બાદ,
પોતાને પણ કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા લખવાનો વિચાર આવ્યો હતો.
અને કેલીગ્રાફીમાં લખવાનો સંકલ્પ કર્યો હતો.
અભ્યાસ સાથે દરરોજના અંદાજે 7થી 8 કલાક જેટલો સમય ફાળવી 15 દિવસમાં કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા લખી :
જોરાવરનગરના યુવકની અનોખી સિદ્ધિ , કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા
અંદાજે 800થી વધુ પેઈજમાં કેલીગ્રાફીમાં ભાગવદ્ ગીતા લખતા યુવક દ્વારા અંદાજે 9 જેટલી કેલીગ્રાફી પેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જે એક પેનની કિંમત અંદાજે રૂપિયા 250થી 300 સુધી છે.
શરૂઆતમાં જ્યારે પુત્ર આર્યને આ વિચાર આવ્યો ત્યારે પરિવારમાં માતા અને પિતાને થોડી નવાઈ અને અશક્ય લાગ્યું હતુ.
પરંતુ કેલીગ્રાફીમાં લખવાનું શરૂ કર્યા બાદ પુત્ર આર્ય ને પ્રોત્સાહન અને પ્રેરણા આપી હતી.
જ્યારે આ વિશેષ સિધ્ધિ બદલ તાજેતરમાં ઈનફલ્યુએન્શર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા યુવકને સર્ટીફિકેટ મેડલ અને શિલ્ડ વડે સન્માનીત કરવામાં આવતા પરિવાર સહિત સમગ્ર ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે.
જે બદલ સમાજના આગેવાનો, પરિવારજનો સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.
અને અન્ય યુવકો પણ પ્રેરણા લઈ આધુનિક જીવનશૈલીથી અલગ સંસ્કૃતિને ઉજાગર કરે તેવી અપીલ કરી હતી.
સાથે ફૂટ લાંબા કાપડ પર કૃષ્ણ લીલા પણ લખી છે.
આગામી દિવસોમાં વિવિધ ભાષા સંસ્કૃત ગુજરાતી માં પણ લખવા માટે કાર્ય કરશે.
આમ જોરાવરનગરના યુવકે અભ્યાસની સાથે સાથે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી .
હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ એવા ભાગવદ્ ગીતાને કેલીગ્રાફીમાં લખી આજના આધુનિક યુગમાં અને હાઈફાઈ મૌજશોખથી જીવન જીવતા યુવકોને નવી રાહ ચીંધી છે.