દારૂની હેરાફેરી ઝડપાઈ : બજાણા પોલીસે ગેડીયા ગામે બંધ બોડીના કન્ટેનરના ચોર ખાનામાંથી વિદેશી દારૂની ૪૫૨૪ બોટલો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા

દારૂની હેરાફેરી ઝડપાઈ : બજાણા પોલીસે ગેડીયા ગામે કન્ટેનરમાંથી વિદેશી દારૂની ૪૫૨૪ બોટલો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા

પાટડી તાલુકાના ગેડીયા ગામે સીમ રસ્તેથી બંધ બોડીના કન્ટેનરના ચોર ખાનાની આડમા વિદેશી દારૂની 4524 બોટલો સાથે ત્રણ શખશો ઝડપાયા છે.

બજાણા પોલીસે ગેડીયા ગામે છાપો મારી બંધ બોડીના કન્ટેનર તથા આઇસર ગાડી તથા આઇ 20 ગાડીમાથી વિદેશી દારૂની બોટલો નંગ-4524 સાથે રૂ. 30.69 લાખનો મુદામાલ ઝબ્બે કરી કુલ 10 શખશો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એ.કે.વાઘેલા સહીતની ટીમ નાઇટ પેટ્રોલીંગમા હતા.

તે દરમિયાન ગેડીયા ગામે આરોપી બીલકીશબાનુ હનીફખાન ઉર્ફે કાળો મુન્નોના ઘરની પાછળના ભાગે આવેલી સીમ રસ્તેથી અમુક વાહનોમા વિદેશી દારુની હેરાફેરી ચાલુ હોય તે દરમિયાન છાપો મારી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કાચની નાની-મોટી બોટલો તથા બીયરના ટીન નંગ-4524, કિ.રૂ. 13,50,504, મોબાઇલ ફોન નંગ-3, કિ.રૂ. 12,000, રોકડા રૂ. 6,700,બંધ બોડીનુ કન્ટેનર ગાડી કિ.રૂ. 10,00,000, તથા આઇસર ગાડી કિ.રૂ. 5,00,000 તથા આઇ 20 ગાડી કી.રૂ. 2,00,000 મળી કુલ રૂ. 30,69,204નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે શકલ દેવકુમાર બેજીન્દર મહેરા ( ઉ.વ.-28, રહે-ગમેલ, જી-મધેપુરા, રાજ્ય-બીહાર ), બીટૂ કુમાર હુલાશ શાહ ( ઉ.વ.-21, રહે- મકરી, તા-ગમેલ, જી-મધેપુરા, રાજ્ય-બીહાર અને રહીમખાન મહમદખાન ગઢવાડીયા ( ઉ.વ.-27, રહે- માલવણ તા-પાટડી ) મળી ત્રણ આરોપીઓ પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કર્યો છે.

ત્રણેય આરોપીઓ તેમજ ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર પીન્ટુ ( રહે-ગુડગાવ ), ઈંગ્લીસ દારુનો જથ્થો મંગાવનાર બીલકીશબાનુ હનીફખાન ઉર્ફે કાળો મુન્નો ( રહે-ગેડીયા તા-પાટડી ), ઇશ્માઇલખાન બીસ્મીલાખાન મલેક, સીરાજખાન ( રહે-ઇગરોડી ), સોહીલખાન ( રહે-ઝેઝરી ) આઇસર ગાડીનો ચાલક તથા હુન્ડાઇ કંપનીની આઇ 20 ગાડીનો ચાલક તથા તપાસમા ખુલ્લે તે તમામ ઇસમો સામે પ્રોહી ધારા મુજબ બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

બજાણા પોલીસના આ દરોડામાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.વાઘેલા, કિશોરભાઇ પારધી, ધરમેંદ્રસિંહ રાણા, સાવન કણઝરીયા, નાનજીભાઈ.એમ.મેરાણી સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર