બે દિવસમાં જ ‘પુષ્પા ૨’ ની કમાણી ૪૦૦ કરોડને પાર, ‘વાઈલ્ડ ફાયર’ને રોકવી મુશ્કેલ!

બે દિવસમાં જ ‘પુષ્પા ૨’ ની કમાણી ૪૦૦ કરોડને પાર, ‘વાઈલ્ડ ફાયર’ને રોકવી મુશ્કેલ!

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 રિલીઝની સાથે જ થિયેટર્સમાં એવી ધમાલ મચાવી રહી છે.

ફિલ્મ રિલીઝને હજુ 2 દિવસ થયા છે અને આ બે દિવસમાં જ ફિલ્મે એટલા રૂપિયા કમાઈ લીધા છે .

આના જેટલી તો ઘણી મોટી ફિલ્મો લાઈફટાઈમ કમાણી કરી શકતી નથી : બે દિવસમાં જ ‘પુષ્પા ૨’ ની કમાણી ૪૦૦ કરોડને પાર

ફિલ્મ ભારતમાં તો સારું કલેક્શન કરી રહી છે સાથે જ આ ફિલ્મ વિદેશોમાં પણ મહેફિલ લૂંટતી નજર આવી રહી છે.

ફિલ્મની કમાણીના બે દિવસના આંકડા આવી ગયા છે અને આ બે દિવસોમાં જ ફિલ્મે 400 કરોડથી વધુ કમાઈ લીધા છે.

જો ફિલ્મ આ રીતે કમાણી કરશે તો બાહુબલી અને RRRના તમામ રેકોર્ડ તોડી દેશે.

2 દિવસમાં પુષ્પાએ કેટલા કમાયા? : બે દિવસમાં જ ‘પુષ્પા ૨’ ની કમાણી ૪૦૦ કરોડને પાર

પુષ્પા 2 ફિલ્મે વિશ્વભરમાં પહેલા દિવસની કમાણીનો સારો રેકોર્ડ તોડી દીધો.

ફિલ્મે બાહુબલી અને આરઆરઆરના મોટા રેકોર્ડને ચકનાચૂર કરી દીધા અને ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનનો નવો રેકોર્ડ બનાવી દીધો.

ફિલ્મે પહેલા દિવસે વિશ્વભરમાં 275.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ઈતિહાસ રચી દીધો.

તે બાદ રિપોર્ટ્સ અનુસાર બીજા દિવસે પણ ફિલ્મે આ લયને વિશ્વભરમાં જાળવી રાખ્યો છે.

ફિલ્મનું બે દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન 400 કરોડ રૂપિયાથી વધુનું થઈ ગયું છે.

ભારતમાં પણ મચી ધમાલ

ભારતમાં પણ આ ફિલ્મનો અલગ જ જલવો નજર આવી રહ્યો છે. ફિલ્મે ભારતમાં બે દિવસમાં 265.50 કરોડ રૂપિયા કમાઈ લીધા છે.

ફિલ્મને ભારતમાં ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ વખતે તો ફિલ્મને સાઉથથી પણ વધુ હિન્દીમાં પસંદ કરવામાં આવી રહી છે.

ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 164.20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજી તરફ ફિલ્મે બીજા દિવસે 90 કરોડ રૂપિયા કમાણી કરી છે.

પહેલા દિવસની સરખામણીએ બીજા દિવસનું કલેક્શન તો ભારતમાં ડાઉન થયું છે.

ફિલ્મનું 2 દિવસનું કલેક્શન ભારતમાં શાનદાર છે અને એવું લાગે છે કે ફિલ્મ પોતાના પહેલા વીકેન્ડમાં પણ કમાણીનો ઈતિહાસ રચશે.

ફિલ્મને એક્સટેન્ડેડ વીકેન્ડ મળ્યો છે. તેનો આ ફિલ્મ ફાયદો ઉઠાવી શકે છે અને સૌથી વધુ વીકેન્ડની કમાણી કરનારી ફિલ્મ બની શકે છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર