નાસભાગમાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારજનો સાથે મુલાકાત કરશે અલ્લુ અર્જુન, આપશે ૨૫ લાખ

નાસભાગમાં જીવ ગુમાવનાર મૃતક મહિલાના પરિવારજનો સાથે મુલાકાત કરશે અલ્લુ અર્જુન,આપશે ૨૫ લાખ

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં “પુષ્પા 2”ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો અને એક બાળક બેભાન થઈ ગયું, અલ્લુ અર્જુને કરી વળતર અને તમામ મદદની જાહેરાત

અલ્લુ અર્જુને એક વીડિયો શેર કર્યો છે અને મૃતક મહિલાના પરિવારને સપોર્ટ કરવાની વાત કરી છે.

એમ પણ કહ્યું કે, તેનું દિલ તૂટી ગયું છે. નોંધનિય છે કે, 39 વર્ષની રેવતી તેના પતિ અને તેના બે બાળકો સાથે સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ જોવા પહોંચી હતી.

અચાનક અલ્લુ અર્જુન પણ ત્યાં પહોંચી ગયો. અભિનેતાને જોઈને ચાહકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ અને થિયેટરમાં નાસભાગ મચી ગઈ.

ગૂંગળામણને કારણે ઘણા લોકો બેભાન થઈ ગયા જ્યારે એક મહિલાનું મોત થયું. મહિલાના પુત્રની હાલત હજુ પણ નાજુક છે અને તે હોસ્પિટલમાં દાખલ છે.

હું જે કરી શકું તે કરીશ: અલ્લુ અર્જુન

આ મામલે કેસ નોંધાયા બાદ અલ્લુ અર્જુને એક્સ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે, તે મહિલાના પરિવારને વ્યક્તિગત રીતે મળશે.

અભિનેતાએ એમ પણ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં મહિલાનો પરિવાર એકલો નથી. તે તેમની સાથે ઉભો છે.

અલ્લુ અર્જુને એમ પણ કહ્યું છે કે, તે આ લોકો માટે જે પણ કરી શકશે તે કરશે. તે તેમની સાથે ઊભા રહેશે.

આ સાથે અલ્લુ અર્જુને એમ પણ કહ્યું કે, તે મૃતક મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપશે.

સારવાર અને દવાઓનો તમામ ખર્ચ પણ અમે ઉઠાવીશું.

સંધ્યા થિયેટરમાં બનેલી ઘટના બાદ મૃતક મહિલાના પરિવારજનોએ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.

મૃતક મહિલાના પતિએ અલ્લુ અર્જુનને જવાબદાર ગણાવ્યો

આ તરફ મૃતક મહિલાના પતિ મોગદમપલ્લી ભાસ્કરે અલ્લુ અર્જુનને મોત માટે જવાબદાર ગણાવ્યો હતો.

તેણે કહ્યું કે, જો અલ્લુ અર્જુન અને તેની ટીમ તેને જાણ કરીને થિયેટરમાં આવી હોત તો ન તો તેની પત્નીનું મૃત્યુ થયું હોત અને ન તો તેના પુત્રની આવી હાલત થઈ હોત.

ભાસ્કરે જણાવ્યું કે, તેના પુત્રની જીદને કારણે તે ફિલ્મ જોવા ગયો હતો કારણ કે તે અલ્લુ અર્જુનનો ફેન છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર