ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો : ધ્રાંગધ્રાના શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી ૧૨ મોટર સાયકલની ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો
ધ્રાંગધ્રાના શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી 12 મોટર સાયકલની ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી થયેલી મોટર સાયકલ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો હતો.
ચોરીમાં ગયેલી 12 મોટર સાયકલ કિંમત રૂ. 9,60,000 સાથે એક આરોપી ઝડપાયો હતો.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધ્રાંગધ્રા સબ જેલ પાસેથી મોટર સાયકલ સાથે ઝબ્બે કરી આરોપીની આકરી પુછપરછ કરી હતી.
સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી .
જિલ્લામાંથી શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકે તે સારૂ તેમજ જિલ્લામાં ધરફોડ ચોરીના તેમજ વાહન ચોરીઓના અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા માટે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે અન્વયે એલ.સી.બી. સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે,
ધ્રાંગધ્રામાં આવેલી શ્રીજી હીરો કંપનીના શોરૂમમાંથી મોટર સાયકલની ચોરી થઈ હતી.
જે ગુનામાં ગૌતમ વિજયભાઇ મકવાણા (રહે-આંબેડકરનગર, ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર)વાળો સામેલ હોય અને હાલે તે મોટર સાયકલ સાથે ધ્રાંગધ્રા સબ જેલ પાસેથી નીકળનારો છે.
જે અન્વયે જરૂરી વોચ તપાસમાં રહી સદરહુ ઇસમ મોટર સાયકલ સાથે મળી આવતા તેને ઝબ્બે કરી પુછપરછ કરતા ધ્રાંગધ્રા ખાતેના શો રૂમમાંથી મોટર સાયકલ ચોરી કરી હોવાની કુબલાત આપી હતી.
આ આરોપી પાસેથી ચોરીમાં ગયેલા કૂલ 12 મોટરસાયકલ, કુલ કિંમત રૂ. 9,16,000 એમ 100 % મુદ્દામાલ રીકવર કરી, આગળની કાર્યવાહી અર્થે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર એલ.સી.બી.ના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર આર.એચ.ઝાલા તથા એલસીબી સ્ટાફના પરીક્ષીતસિહ નરેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતાપસિંહ સુરસંગભા રાઠોડ તથા અશોકભાઈ રવજીભાઈ શેખાવા તથા યશપાલસિંહ ઘનશ્યામસિહ રાઠોડ તથા પેરોલ ફર્લો સ્કોડના અસલમખાન એ. મલેક તથા દશરથભાઈ ઘનશ્યામભાઈ ઘાંઘર તથા સંજયભાઈ પાઠક સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.