જુઓ , સમાજ કલ્યાણ અધિકારીએ કર્યું ૫.૨૭ કરોડનું સ્કોલરશીપ કૌભાંડ

જુઓ , સમાજ કલ્યાણ અધિકારીએ કર્યું ૫.૨૭ કરોડનું સ્કોલરશીપ કૌભાંડ

રાજ્યવ્યાપી શિષ્યવૃત્તિ કૌભાંડમાં સમાજ કલ્યાણ અધિકારી રતનપરમાંથી ઝડપાયો

– આરોપીઓએ 6 ટ્રસ્ટના નામે વિદ્યાર્થીઓ સાથે ઠગાઇ કરી હતી

– બિનઅનામત નિગમ યોજનામાં વિદ્યાર્થી દીઠ મળતી રૂા. 20,000 ની સ્કોલરશીપમાંથી 50 ટકા રકમ લઈ રૂ. 39 લાખથી વધુની છેતરપિંડી કરી હતી 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલ એક કોમ્પલેક્ષમાં ઓફીસ બનાવી બે વ્યક્તિએ બોગસ ટ્રસ્ટ બનાવી તેના પુરાવા ઉભા કરી સરકારી સ્કોલરશીપ મેળવી કૌભાંડ આચર્યું હતું.

ગત જુલાઈ-૨૦૨૩માં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને સ્થળ પરથી બન્ને શખ્સોને ઝડપી પાડયા હતા.

જેમાં ઉચ્ચ સરકારી અધિકારીની પણ સંડોવણી બહાર આવી હતી જે પોલીસ પકડથી નાસતો ફરતો હતો.

ત્યારે જોરાવરનગર પોલીસે આ સમગ્ર કેસના માસ્ટર માઈન્ડ અને અમદાવાદ ખાતે ફરજ બજાવતા સમાજ કલ્યાણ અધિકારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક તાલીમ સહાય બિનઅનામત નિગમ યોજનામાં વિદ્યાર્થીઓને મળતી રૂ.૨૦,૦૦૦ની સ્કોલરશીપ માટે અલગ-અલગ વિદ્યાર્થીઓના નામ અને ડોક્યુમેન્ટ જોડી રતનપરના બાયપાસ રોડ પર કોમ્પલેક્ષમાં ઓફિસ ખોલીને બે વ્યક્તિ શૈલેષ પરબતભાઈ રથવી (રહે.રૂદ્ર ટાઉનશીપ, રતનપર) અને શુભમ ભરતભાઈ રાઠોડ (રહે.સીતારામ મઢુલી પાછળ, રતનપર)ને જોરાવરનગર પોલીસે ગત જુલાઈ-૨૦૨૩માં ઝડપી પાડયા હતા.

ઓફિસની તપાસ કરતા તેમાંથી ઉડાન એકેડમી, સ્વામીનારાયણ એકેડમી વગેરે સંસ્થાની ફીની પહોંચ અને સીક્કા મળી આવ્યા હતા.

તેમજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરેલી તપાસમાં આરોપીઓ દ્વારા બોગસ પુરાવા અને ટ્રસ્ટના આધારે રૂા.૩૯ લાખની ખોટી સ્કોલરશીપની રકમ મેળવીને સરકાર સાથે છેતરપીંડી કરી હતી.

તેમજ આરોપીઓ દ્વારા અલગ-અલગ ૬ ટ્રસ્ટના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હતું .

જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓના નામો પણ બહાર આવ્યા હતા .

આ સમગ્ર કૌભાંડમાં અમદાવાદ ખાતે રહેતા અને માસ્ટર માઈન્ડ એવા સમાજ કલ્યાણ વિભાગના અધિકારી સંજય દવેની સંડોવણી બહાર આવી હતી.

મુખ્ય આરોપી પોલીસ પકડથી બહાર હતો અને છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો.

આરોપી સુરેન્દ્રનગર કોર્ટમાંથી વોરંટ મેળવી નાસતો ફરતો હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું અને તે સમયે તેની પ્રસિધ્ધિ પણ કરવામાં આવી હતી.

ત્યારે સ્કોલરશીપ કૌભાંડના મુખ્ય આરોપી સંજયભાઈ માણેકલાલ દવે (ઉ.વ.૪૦, રહે.અમદાવાદ)ને રતનપર બાયપાસ રોડ પરથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

ઝડપાયેલા આરોપી સંજય દવે સુરેન્દ્રનગર સમાજ કલ્યાણ કચેરીમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમની સાથે શૈલેષ રથવી પણ કોન્ટ્રાક્ટબેઈઝ નોકરી કરતો હતો અને બંનેે પરિચયમાં આવ્યા હતા.

ત્યારબાદ કોન્ટ્રાક્ટ પુરો થતા રતનપર બાયપાસ રોડ પર ઓફીસ ખોલીને સમગ્ર કૌભાંડ હાથ ધર્યું હતુંં.

આરોપીઓ સ્કોલરશીપમાંથી ભાગ પડાવતા હતા

રાજ્યવ્યાપી સ્કોલરશીપ કૌભાંડમાં અગાઉ ઝડપાયેલ શુભમ રાઠોડ અને શૈલેષ રથવી વિદ્યાર્થીઓના નામના ફોર્મ ભરતાહતા અને રૂ.૨૦,૦૦૦ની સહાય મેળવવાનું જણાવી તે રકમમાંથી અડઘી રકમ એટલે કે રૂા.૧૦,૦૦૦ બન્નેને આપતા હતા .

આ ૧૦,૦૦૦માંથી વિદ્યાર્થી દીઠ રૂ.૪,૦૦૦ અમદાવાદ રહેતા મુખ્ય આરોપી સંજયભાઈ દવેને આપતા હતા.

આરોપી સંજય દવે અગાઉ સુરેન્દ્રનગરમાં નોકરી કરતો હતો

જોરાવરનગર પોલીસ દ્વારા ઝડપી પાડેલ મુખ્ય આરોપી સંજય દવે ત્રણ વર્ષ પહેલા સુરેન્દ્રનગરના બહુમાળી ભવનમાં કલાર્ક તરીકે નોકરી કરતો હતો .

ત્યારબાદ તેમન બદલી અમદાવાદ ખાતે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે થઈ હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર