ધ્રાંગધ્રાના સોલડી ગામે જમીનને અડતા વીજ વાયરોથી મોટી દુર્ઘટનાનો ભય

ધ્રાંગધ્રાના સોલડી ગામે જમીનને અડતા વીજ વાયરોથી મોટી દુર્ઘટનાનો ભય

ખેડૂતોએ અનેક રજૂઆત બાદ અંતે લાકડાંના ટેકે વીજ વાયરો અધ્ધર કર્યા

ધ્રાંગધ્રા પી.જી.વી.સી.એલની વારંવાર બેદરકારી નજરે પડે છે .

જેમાં હાલમાં જ ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં ટ્યુશનથી ઘરે પરત ફરતા વેળાએ દશ વર્ષીય બાળકી પર વીજ વાયર પડતાં બાળકીનું મોત નિપજ્યું હતું .

જે ઘટના બાદ પણ તંત્ર જાગ્યું ન હોય તેમ થોડા સમય બાદ જ ફરી એક વખત ગુરુકુળ નજીક જીવતો વીજ વાયર નીચે પટકાયો હતો .

જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી .

પરંતુ પી.જી.વી.સી.એલ તંત્ર હજુય કોઈ મોટી દુર્ઘટનાની રાહમાં હોય .

તે પ્રકારે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે સીમ વિસ્તારમાં બે વીજ પોલ વચ્ચે વીજ વાયરો છેક જમીનને અડતા નજરે પડે છે .

આ પ્રકારની ઘટનાને લીધે રાત્રીના સમયે પાણી વાળતા મજૂરોને ખૂબ જ કાળજી રાખવી પડે છે .

જ્યારે આ પ્રકારની સ્થિતિને લીધે સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક વખત પી.જી.વી.સી.એલ તંત્રને રજુઆત કરાઇ છે .

પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી નહિ કરતા અંતે ખેડૂતોએ જત મહેનત જિંદાબાદની માફક કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પૂર્વે જ લાકડાના ટેકે વાયર અધ્ધર કર્યા હતા.

પરંતુ જે પ્રકારે ખેડૂતોને પોતાની જાતે કવિરી કરવી પડી હતી તેના સામે તંત્ર બેજવાબદાર હોવાનું સાબિત થાય છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર