જેથી દસાડા પીએસઆઇ એન.એ.ડાભી તથા સ્ટાફના માણસો દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સથી વિવિધ ટીમ બનાવીને હાઇવે પરના કેમેરા ચેક કરી તથા અગાઉ ચોરીમા પકડાયેલા ઇસમોની સઘન પુછપરછ કરવામાં આવતા આનંદભાઇ કરમશીભાઇ વીંધાણી (ઠાકોર) ( ઉ.વ.20, રહે-પાટડી, બાજપાઇનગર ) પોતાનુ મોટર સાયકલ લઇને આ ચોરી કરવા ગયો હોય .
જેથી આ ઇસમની સઘન પુછપરછ કરતા એ ભાંગી પડ્યો હતો. અને પોતે તથા બે સગીર ઇસમો સાથે મળીને આ ચોરી કરી હોવાનુ જણાવ્યુ હતુ.
અને આ ચોર ઇસમ પાસેથી ચોરીમા ગયેલો તમામ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
તેમજ આ આરોપીએ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલા મુદામાલ ઝાટકા મશીન નં-5 તથા બેટરી નંગ-2 તથા પાણી ખેંચવાની મોટર નંગ.1 એમ કુલ કિંમત રૂ. 48,500ની ચોરી કરી હોવાનું તેમજ પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા મુદામાલ ઝાટકા મશીન નં-2 તથા પાણી ખેંચવાની મોટર નંગ.1 એમ કુલ કિંમત રૂ. 20,000ની ચોરી કરી હોવાનુ કબુલાત કરતા આ તમામ મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ એન.એ.ડાભી, જગદિશસિહ વાળા, મહિપતભાઇ મકવાણા તથા જેરામભાઇ કલોત્રા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.