લખતર-વિરમગામ હાઈવે પર અકસ્માત
રોડ પર પડેલા ખાડાના કારણે કાર ઉછળીને પૂલની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ
સદનસીબે કારમા સવાર ૪ લોકોનો આબાદ બચાવ
લખતર-વિરમગામ હાઈવે પર આજે કડુ નજીક એક કારનો અકસ્માત સર્જાયો હતો.
એક પરિવાર પોતાની કાર લઈને વિરમગામથી સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો.
ત્યારે કડુ ગામ નજીક આવેલા નર્મદાના પુલ પાસે પહોંચતા રોડ પર પડેલા મોટા ખાડાના કારણે કાર ફિલ્મી ઢબે ઉછળીને પૂલની સંરક્ષણ દીવાલ સાથે જઈ અથડાઈ હતી.
સદનસીબે કાર દીવાલ પાસે રહેલા લોખંડના પાઈપ સાથે ટકરાઈ કાર ઊભી રહી ગઈ હતી.
જેમાં કારમા સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો હતો.
જો દીવાલ પાસે પાઈપના હોત તો કાર કેનાલના પાણીમા જઈને ખાબકેત.
તો મોટી નુકસાની થવાની શક્યતા હતી, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
થોડા સમય પહેલા એલએન્ડટી કંપની દ્વારા આ નર્મદાના પુલ નીચેથી અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન નાખેલ છે.
જેની કામગીરી યોગ્ય નહીં કરેલ હોવાથી હાલ પુલ પર રોડ બેસી જતા રોડ પર મોટો ખાડો પડી ગયો છે.
જેના કારણે આવા અકસ્માતો બને છે.
જેથી આવનારા સમયમાં રોડ પર પડેલા આ ખાડા ના કારણે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ ખાડાનું યોગ્ય બુરાણ કરી રોડને વ્યવસ્થિત લેવલમા કરવામાં આવે તેવી અહીંથી પસાર થતાં વાહનચાલકોમા માંગ ઉઠી છે.