હોટલ ઓનેસ્ટના સંચાલકે ગ્રાહકને માર માર્યો : લીંબડી હાઈવે પરની ભાજપના એમ.એલ.એ. ની હોટલનો વીડિયો વાઇરલ, ફરિયાદ નોંધવા પીડિતે પોલીસને અરજી કરી

હોટલ ઓનેસ્ટના સંચાલકે ગ્રાહકને માર માર્યો

લીંબડી હાઈવે પરની ભાજપના એમ.એલ.એ. ની હોટલનો વીડિયો વાઇરલ

ફરિયાદ નોંધવા પીડિતે પોલીસને અરજી કરી

મુસાફર પર હુમલો કરનાર હોટલનો કર્મી

હોટલ પર મુસાફરો પાસેથી વસ્તુની લખેલા ભાવ કરતા વધુ રૂપિયા પડાવતા હોટેલ ઓનેસ્ટના સંચાલકોની દાદાગીરી સામે આક્રોશ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નેશનલ હાઈવે પાસે એક ભાજપના ધારાસભ્યની હોટેલ ઓનેસ્ટ પર દાદાગીરી સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

હોટલ પર મુસાફરો પાસેથી વસ્તુની લખેલા ભાવ

લીંબડી હાઈવે પરની ભાજપના MLAની હોટલનો વીડિયો વાઇરલ, ફરિયાદ નોંધવા પીડિતે પોલીસને અરજી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નેશનલ હાઈવે (NH)47 પાસે એક ભાજપના ધારાસભ્યની હોટલ ઓનેસ્ટ પર દાદાગીરી સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

હોટલ પર મુસાફરો પાસેથી વસ્તુની લખેલા ભાવ (MRP) કરતાં વધુ રૂપિયા પડાવતાં વિરોધ કર્યો હતો.

આ મામલે હોટલ ઓનેસ્ટના સંચાલકોની દાદાગીરી સામે આક્રોશ જોવા મળ્યો હતો.

માર મારી લૂંટ કરાઈ હોવાનો આરોપ લગાવ્યો

જો મુસાફરો તમે વધુ ભાવ લો છો, તેવું કહે તો મુસાફરોને તેઓની હોટલની પાછળ આવેલા ફાર્મ હાઉસમાં લઈ જઈ માર મારવા અને મારી નાખવાની ધમકી આપી ડરાવે છે.

ત્યારે એક મુસાફર તકરાર કરી રહ્યા હતા.

તેવામાં ત્યાં એક જાગૃત વ્યક્તિ ઉપસ્થિત હતા.

તો એ સંચાલક સાથે વાત કરતા હોટલ સંચાલકોએ તેઓને બેફામ અપશબ્દ બોલી માર મારી લૂંટ કરી હતી.

લીંબડી નેશનલ હાઈવે પર આવેલી ઓનેસ્ટ હોટલનો બનાવ

પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજી કરાઈ

ભાજપના ધારાસભ્યની હોટલમાં જ મુસાફરોને લૂંટવામાં આવતા હોય એ એક સવાલ ઉભો થાય.

આ સમગ્ર ઘટનાનો એક વ્યક્તિએ વીડિયો બનાવી દીધો હતો, અને વાઈરલ કર્યો હતો.

જેમાં એ જાગૃત વ્યક્તિ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં સમગ્ર ઘટનાને લઈ અરજી કરી હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર