દસાડામાં ખેડૂતોને આર્થિક ફટકો આપનાર ચોર અંતે પોલીસના સકંજામાં આવ્યો
પાણી ખેચવાની મોટર, ઝટકા મશીન, બેટરી સહિતનો મુદ્દામાલ જપ્ત
પાટડી, દસાડા અને ઝીંઝુવાડા વિસ્તારોમાં છેલ્લા એકાદ અઠવાડિયામાં અનેક ખેડૂતોના ખેતરમાંથી ઝટકા મશીન, મોટર સહિતની ચીજવસ્તુઓ ચોરી થઈ હોવાની એક બાદ એક ફરિયાદ નોંધાઈ હતી.
જે અંગે દસાડા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરી ચોર ઇસમને ઝડપી પાડવા તપાસ આદરી હતી .
જેમાં દસાડા પોલીસ મથકના સ્ટાફે આનંદ કર્મશિભાઈ વિંધાની ને ઝડપી લઈ પૂછપરછ કરતાં પોતે ખેતરોમાંથી સામગ્રીની ચોરી કરી હોવાનું કબૂલાત કરતાં શખ્સ પાસેથી 7 ઝટકા મશીન, 2 પાણી ખેચવાની મોટર તથા બે બેટરી સહિત 68500/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.