ધ્રાંગધ્રાના નિમકનગર ગામે ઇકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
336 નંગ બોટલ અને 68 બિયર સાથે બે ઝડપાયા
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના નરેશભાઈ ભોજિયા, વિભાભાઈ ઘેડ, વિક્રમભાઈ રબારી સહિતનાઓ ગત રાત્રિએ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે નીમકનગર ગામ નજીક એક ઇકો કાર જીજે 13 એ આર 9531 વાળીને ઊભી રખાવી તેમાં તપાસ કરતા અંદરથી 336 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત 33600/- રૂપિયા તથા 68 બિયરના ટીન કિંમત 8500/- રૂપિયાની મળી આવ્યા હતા.
આ સાથે કારમાં સવાર પ્રવીણ માવજીભાઈ સજાણી તથા મોહિત હસમુખભાઇ પરમાર રહે: હળવદ વાળાને ઝડપી પડી બંને પાસેથી કુલ બે મોબાઇલ કિંમત 10 હજાર તથા ઇકો કાર બે લાખ રૂપિયા મળી કુલ 52100/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સ વિરૂદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.