Search
Close this search box.

સંજય મલ્હોત્રાની આરબીઆઇના નવા ગવર્નર તરીકે નિયુક્ત

સંજય મલ્હોત્રાની આરબીઆઇના નવા ગવર્નર તરીકે નિયુક્ત

– શકિતકાંત દાસનો કાર્યકાળ આજે પૂર્ણ 

– 1990 બેન્ચના રાજસ્થાન કેડરના આઇએએસ મલ્હોત્રાની ત્રણ વર્ષ માટે નિમણૂક કરાઇ

નવી દિલ્હી : મહેસૂલ સચિવ (રેવન્યુ સેક્રેટરી) સંજય મલ્હોત્રાની આરબીઆઇના નવા ગવર્નર તરીકે પસંદગી કરવામાં આવી છે.

મલ્હોત્રા હાલના આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસની જગ્યા લેશે.

૧૦ ડિસેમ્બરે આરબીઆઇ ગવર્નર શકિતકાંત દાસનું કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યું છે. સંજય મલ્હોત્રા આરબીઆઇના ૨૬મા ગવર્નર હશે.

સંજય મલ્હોત્રા ૧૯૯૦ બેન્ચના રાજસ્થાન કેડરના આઇએએસ અધિકારી છે.

તેઓ નવેમ્બર ૨૦૨૦માં આરઇસીના ચેરમેન અને એમડી બન્યા હતાં.

આ અગાઉ તે ઉર્જા મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરીના પદ પર તૈનાત હતાં.

સંજય મલ્હોત્રા ૧૧ ડિસેમ્બરે આરબીઆઇના નવા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળશે. તેમનો કાર્યકાળ આગામી ૩ વર્ષ માટે હશે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકનું કામકાજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સંભાળે છે.  સંજય મલ્હોત્રાને આ કામકાજનો લાંબો અનુભવ છે.

તેથી આરબીઆઇના ગવર્નરની રેસમાં તે સૌથી આગળ છે.

તેમની પાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને સ્તરો પર નાણા અને ટેક્સનો લાંબો અનુભવ છે.

પોતાના વર્તમાન કાર્યકાળમાં તે પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ સંબધિત નીતિઓ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં હતાં.

સંજય મલ્હોત્રાએ પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી આઇઆઇટી, કાનપુરથી લીધી છે.

પ્રિંસટન યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.

છેલ્લા ૩૦ વર્ષોમાં મલ્હોત્રા વીજળી, ફાઇનાન્સ, ટેક્સેશન, આઇટી અને માઇન્સ જેવા વિભાગોમાં પોતાની સેવા આપી છે.

શક્તિકાંત દાસ છ વર્ષ સુધી આરબીઆઇના ગવર્નર રહ્યાં છે.

ઉર્જિત પટેલના અચાનક રાજીનામા પછી શકિતકાંત દાસને આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા હતાં.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર