ધ્રાંગધ્રાના હળવદ રોડ પર બે યુવાનો પર ધારિયા અને પાઇપ વડે હુમલો
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર ગત સાંજના સમયે બે યુવાનો જેમાં ઋતુલકુમાર ધામેચા અને રામદેવસિહ ઝાલા ઊભા હતા .
તેવા સમયે અચાનક કારમાં આવેલા અજાણ્યા શખ્સો દ્વારા ધારિયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો .
જે હુમલામાં રામદેવસિંહ ઝાલાને માથાના ભાગે જ્યારે ઋતુલભાઈ ધામેચા હાથમાં ઈજા પામી હતી.
આ તરફ બંને હુમલાખોરો હુમલો કરી નાશી ગયા હતા જ્યારે ઈજાગ્રસ્તોને 108ની મદદથી તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા.
આ તરફ સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક એક શખ્સને ઝડપી લીધો હતો .
જ્યારે ઈજાગ્રસ્ત યુવાનોની સારવાર બાદ હુમલાખોરો વિરૂદ્ધ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી હતી