સુરેન્દ્રનગરમાં કોલસાનું ખનન કરતા ભૂમાફિયાઓ દ્વારા બ્લાસ્ટિંગના લીધે મકાનો બન્યા ખંડેર
દર ત્રણ મિનિટે થાન અને મૂળીની ધરા ધણધણી ઉઠે છે
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ધંધામાં માત્ર ખનિજ ચોરી જ ગેરકાયદેસર નથી.
પરંતુ અહી જમીનથી 200 ફૂટ ઊંડાઈમાંથી કોલસો કાઢવા માટે ગેરકાયદેસર જીલેટીંગ એટલે કે જવલનશીલ પદાર્થનો ઉપયોગ થાય છે.
એક પ્રકારે આ દારૂખાનું જ હોય છે જે ખુબજ સંવેદનશીલ ગણવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂકી પંથકમાં આશરે 200 ફૂટની ઊંડાઈ બાદ કોલસો નીકળે છે .
જેનું ખોદ કામ કરતા સમયે જમીનમાં થોડા અંતરે જતા પથ્થરનો ભાગ આવે છે.
આ પથ્થરને તોડી પાડવા માટે અતિ જવલનશીલ પદાર્થ તરીકે જાણીતા જીલેટીંગનો ઉપયોગ થાય છે.
ખરેખર આ પદાર્થ સામાન્ય રીતે લાયસન્સ વગર ખરીદવો કે વેચાણ કરવો ગેરકાયદેસર ગણવામાં આવે છે
પરંતુ થાન અને મૂળીમાં તો વર્ષોથી આખી જમીનો ગેરકાયદેસર ખોદી નાખવામાં આવી છે , જેથી આ જવલનશીલ પદાર્થ થકી જમીનમાં બ્લાસ્ટિંગ કરવામાં આવે છે.
મુળી અને થાનગઢ પંથકના રહીશોનું કહેવું છે કે જે ગામમાં કોલસાનો ગેરકાયદેસર ખનન ચાલે છે .
તે તમામ ગામોમાં રાત્રીના સમયે દર ત્રણ મિનિટે બલાસ્ટિંગના લીધે ધરતી ધણધણી ઊઠી છે.
આ પ્રકારના વાતાવરણમાં તેઓ વર્ષોથી રહે છે બલાસ્ટિંગના લીધે તેઓના મકાનમાં વાસણ પણ નીચે પડી જાય છે .
નાના બાળકો રાત્રીના સમયે ખુબજ દર અનુભવે છે .
જ્યારે દર ત્રણ મિનિટે થતાં બલાસ્ટિંગના લીધે અહી એકાદ કિલોમીટર સુધી તમામ નવ નક્કોર મકાનોમાં પણ તિરાડો પડેલી જોવા મળે છે .
જ્યારે કેટલાક વાડી વિસ્તારમાં તો પાણીના બોર પણ બુરાઈ ગયા છે .
ત્યારે બલાસ્ટિંગના સ્થળની આજુબાજુ લગભગ પાચ કિલોમીટર સુધી સ્પષ્ટપણે અવાજ સંભળાય છે .
પરંતુ અહીથી નીકળતા પોલીસ વિભાગ, ખાણ ખનિજ વિભાગ કે મામલતદાર સહિતના અધિકારીઓને બહેરા થઈ જતાં તેઓને આ અવાજ સંભળાતો નથી .
સાથે જ અધિકારીઓ આંધળા થઈ જતાં હોવાથી અહી ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પ્રક્રિયા પણ નજરે દેખાતી નહિ હોવાનો આક્ષેપ કરાયો છે.