જુઓ , રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરી ભડભડ સળગી ઉઠી આગ, ફાયર સેફ્ટી સામે ફરી ઉઠ્યા સવાલો
ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગનો મામલો :
ફેક્ટરીમાં તેલનો જથ્થો વધારે હોવાથી આગ પ્રચંડ થઈ છે..
ફાયર વિભાગની ટિમ આગ કાબુમાં લેવાના પ્રયાસમાં..#Rajkot https://t.co/fJsedaoDlv pic.twitter.com/llEUFoLP0M— Sagar Patoliya (@kathiyawadiii) December 11, 2024
ગોપાલ નમકીનની ફેક્ટરીમાં આગનો મામલો
ફેક્ટરીમાં તેલનો જથ્થો વધારે હોવાથી આગ પ્રચંડ થઈ છે.
ફાયર વિભાગની ટિમ આગ કાબુમાં લેવાના પ્રયાસમાં..
ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે તો લોકોના મનમાં રાજકોટ ગેમઝોન ફાયરની ઘટના તાજી થઇ જાય છે. ત્યારે રાજકોટના મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ચારેતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાને પગલે રાજકોટ, શાપર અને કાલાવડની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા છે. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય આગથી શરૂઆત થઇ હતી ત્યારે ફેક્ટરી દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જેના લીધે લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે કે શું આટલી જાણિતી ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા ન હતી. ફેક્ટરીમાં આગ લાગતા લોકોનાં ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા.