જુઓ , ધ્રાંગધ્રા તાલુકાના પત્રકારો પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના 2 પત્રકારો ઉપર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલાનું કારણ હજુ અકબંધ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધ્રાંગધ્રા તાલુકાના બે પત્રકારો ઉપર હુમલો થયાની ઘટના બની હતી.
જેમાં ધ્રાંગધ્રા ખાતે પત્રકારત્વ કરતા ઋતુલકુમાર ધામેચા તથા રામદેવ સિંહ ઝાલા નામના બે મીડિયા કર્મીઓ ઉપર કાર લાઈન આવેલા ચાર જેટલા અજાણ્યા શખ્સોએ ધારીયું, લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરી નાશી ગયા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ના હળવદ રોડ ઉપર બપોરના સમયે ધ્રાંગધ્રા તાલુકા ના બે પત્રકારો ઉપર હુમલો થયા ની ઘટના બનવા પામી છે .
જેમાં ધ્રાંગધ્રા ખાતે પત્રકારત્વ કરતા ઋતુલકુમાર ધામેચા તથા રામદેવ સિંહ ઝાલા નામના બે મીડિયા કર્મીઓ ઉપર કાર લઈ ને આવેલા રામભાઈ આહીર . વિજયભાઈ ભરવાડ સહીત બે અજાણ્યા શખ્સોએ ધારીયું, લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરી નાશી છુટયાં હતા .
બન્ને ધાયલ પત્રકારોને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ધ્રાંગધ્રા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .
જ્યાં પ્રાથમિક સારવાર આપી ફ્રેકચર તેમજ માથાના ભાગે ઈજાઓ ની ગંભીરતાને પગલે વધું સારવાર અર્થે સુરેન્દ્રનગર ની સી.યુ સાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .
ધટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી જ્યાંરે હુમલાનું કારણ હજુ જાણવા મળ્યું ન હતું અને સીટી પોલીસ દ્વારા સેફ.આઈ આર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.