ધ્રાંગધ્રામાં એટ્રોસિટીના આરોપીની ધરપકડ બાબતે ઉપવાસ આંદોલન કર્યું
ધ્રાંગધ્રાની ઉઈઠ કંપનીમાં શરૂ થયેલ બે કામદાર યુનિયન વચ્ચે મતભેદ ચાલે છે.
જેમાં અગાઉ નવ નિર્માણ થયેલ યુનિયનના કામદારો અગાઉ કામોની સામે હડતાલ પર બેઠા હોય ત્યારે જૂના યુનિયનના બે હોદેદારો દ્વારા ત્યાં આવી મનીષભાઈ સિંધવ નામના કામદારને જાતી પ્રત્યે અપમાનિત કર્યા હોય જે અંગે બંને હોદેદારો સામે એટ્રોસિટી મુજબનો ગુન્હો પણ નોંધાવ્યો હતો.
ત્યારે આ તરફ બંને શખ્સોને આજદિન સુધી ધરપકડ નહિ હોવાના આક્ષેપ સાથે ફરિયાદી મનીષભાઈ સિંધવ અને અન્ય કામદારો દ્વારા ધ્રાંગધ્રા ડિવિઝન નાયબ અધિક્ષક કચેરીની સામે એક દિવસીય પ્રતીક ઉપવાસ પર બેસી તાત્કાલિક બંને શખ્સોની ધરપકડ કરવાની માંગ કરી છે.