લીમડાના નટવરગઢ ગામે સરપંચના પુત્રની પિતરાઈ ભાઈએ જ હત્યા કરી

લીમડાના નટવરગઢ ગામે સરપંચના પુત્રની પિતરાઈ ભાઈએ જ હત્યા કરી

સામાન્ય બાબતે સગીર વયના પિતરાઈ ભાઈએ પિતા પુત્ર પર છરી વડે હુમલો કર્યો

સુરેન્દ્રનગર જિલ્લાની સ્થિતિ રોજ બરોજ કથળતી નજરે પડે છે .

અહી લૂંટ, ફાયરિંગ, હત્યા જેવા બનાવો હવે સાવ સામાન્ય થતાં દેખાઈ રહ્યા છે.

ત્યારે જિલ્લાને બદનામ કરતો વધુ એક કિસ્સો લીમડી ખાતે પ્રકાશમાં આવ્યો છે.

જેમાં લીમડાના નટવરગઢ ગામે સરપંચના પુત્રની હત્યા તેઓના જ પિતરાઈ ભાઈ દ્વારા કરતા ચકચાર મચી ગયો હતો.

બનાવની જાણવા મળતી વિગત અનુસાર લીમડી તાલુકાના નટવરગઢ ગામના સરપંચ કરમશીભાઈ જીણાભાઇ કાલિયાનો પુત્ર આદર્શ અને તેના સગીરવયના ભાઈ વચ્ચે સામાન્ય બાબતને લઈને બોલાચાલી થઈ હતી.

તે સમયે સરપંચ ત્યાં પહોંચતા ઝગડો બંધ કરવાનું કહેતા સગીરવયનો ભાઈ આદર્શને ફોન કરી અપશબ્દો કહેતો હોવાની ફરિયાદ કરી હતી.

જે અંગે ખોટું બોલવાની બાબતે સગીર ઉશ્કેરાઈ જઈ પોતાના ઘરમાંથી છરી લઇ આવી આદર્શને જાનથી મારી નાખવાની ધમકી આપી છરી વડે હુમલો કરવા લાગ્યો હતો.

જ્યારે સરપંચ કરમશીભાઈ વચ્ચે પડતાં તેઓના પર પણ હુમલો કરવા લાગતા સરપંચ પિતા પુત્ર જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવા લાગ્યા હતા છતાં ઝનૂની સ્વભાવના સગીરે બંનેનો પીછો છોડયો ન હતો.

વધુ પડતો દેકારો થવાના લીધે કેટલાક ગ્રામજનો એકઠા થઇ જતાં બંને ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા.

જેમાં સારવાર દરમિયાન પુત્ર આદર્શનું મોત નીપજ્યું હતું.

ત્યારે સની બોલાચાલીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો જેથી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઇ સગીર પર ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર