અભયપર ગામ બાજુ પોલીસને જોઇ કાર અને ૭ પેટી દારૂ મૂકી શખસ ફરાર
દારૂ સહિત રૂ. 3.12 લાખનો મુદ્દામાલ થાન પોલીસે જપ્ત કર્યો
થાનગઢ પોલીસ દ્વારા રાતના સમયે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વિદેશી દારૂ પકડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ થાન વિસ્તારની અંદર જેમ જેમ તા. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે.
તેમ તેમ દારૂનું વેચવા માટે મોટી સંખ્યામાં લાવી રહ્યા હોવાનું થાનગઢ પીઆઈ વી.કે.ખાંટને થાનગઢ નવાગામ બાયપાસ રોડ ઉપર કારમાં વિદેશી દારૂ ભરી હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી.
આથી પોલીસે વોચ ગોઠવતા થાનગઢ અભયપર ગામ બાજુ પોલીસને જોઈને વળી જતા જ પોલીસને શંકા પડતા જ કારનો પીછો કર્યો હતો.
પરંતુ અંધારાનો લાભ લઇ કારચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો.
કારની પોલીસે તપાસ કરતા અંદર 7 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ બનાવમાં કાર અને દારૂ સહિત રૂ. 3,12,000નો મુદામાલ જપ્ત કરાયો હતો.
થાનગઢ પોલીસના કપાસના આધારે ગાડીનો માલિક વડોદરા ગામનો તેજસ નિલેશભાઈ પંચાલ જાણવા મળ્યું હતું.
બાકીની તપાસ થાનગઢ પીઆઈ વી.કે.ખાંટ ચલાવી રહ્યા છે. અને ટૂંક જ સમયની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવશે.