પાટડીમાં પાંચ દિવસીય રમતોત્સવ : 500 વિદ્યાર્થીઓએ કબ્બડી, ખો-ખો, દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, કોથળાદોડ, લીંબુ ચમચી ,રસ્સા ખેંચ જેવી રમતોમાં ભાગ લીધો
પાટડી સ્કૂલ ઓફ ડિવોશનમા પાંચ દિવસ ખેલ મહાકુંભ અંતર્ગત શાળા કક્ષાએ રમતોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં ધોરણ 8થી 12ના 500 જેટલા વિદ્યાર્થીઓએ કબ્બડી, ખો-ખો, દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, કોથળાદોડ, લીંબુ ચમચી ,રસ્સા ખેંચ જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પાટડી સ્કૂલ ઓફ ડિવોશનમા શાળા કક્ષાએ 5 દિવસીય રમતોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલ ઓફ ડિવોશન દ્વારા ખેલ મહાકુંભ-2024ના અંતર્ગત 5 દિવસીય શાળા કક્ષાનો વિશાળ રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. આ આયોજનમાં 8થી 12 શ્રેણીના 500થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ રમતોત્સવમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબ્બડી, ખો-ખો, દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, કોથરાદોડ, લીંબુ-ચમચી દોડ અને રસ્સા ખેંચ જેવી રમતોનો સમાવેશ થતો હતો. આ રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્કની ભાવના વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ ખેલકૂદમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્પર્ધાત્મક ભાવનાને જીવંત બનાવી હતી. જેમાં શાળા વહીવટીતંત્ર અને સ્પોર્ટ્સ કમિટીના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ રમતો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા દર્શાવી અને રમતગમતની મહત્તાને સમજી હતી.