રશિયા : મોસ્કોમાં રાષ્ટ્રપતિ ભવનથી માત્ર ૭ કિ.મી. દૂર બ્લાસ્ટ , કેમિકલ ડિફેન્સ ફોર્સના ચીફનું મોત

રશિયા: મોસ્કોમાં બ્લાસ્ટ, કેમિકલ ડિફેન્સ ફોર્સના ચીફનું મોત

રશિયાની રાજધાની મોસ્કો ભયંકર બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઊઠ્યું હતું. આ બ્લાસ્ટમાં રશિયાના ન્યુક્લિયર, બાયલોજિકલ, કેમિકલ ડિફેન્સ ફોર્સ (NBC)ના ચીફ ઈગોર કિરિલોવનું મોસ્કોનું મૃત્યુ નિપજ્યું હતું. બોમ્બ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. આ મામલે યુક્રેનની સિક્યુરિટી સર્વિસે દાવો કરતા કહ્યું કે, ‘અમે આ ઘટનાને અંજામ આપ્યો છે.’

અચાનક સ્કૂટરમાં બોમ્બ બ્લાસ્ટ થયો

અહેવાલો અનુસાર, રશિયાના ન્યૂક્લિયર પ્રોગ્રામના વડા ઈગોર કિરિલોવ પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા. ત્યારે અચાનક એક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઇગોર કિરિલોવની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ નિપજ્યું હતું. આ બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈગોર કિરિલોવ પર ગંભીર આરોપ લાગ્યા હતા

બ્રિટને ઓક્ટોબરમાં ઈગોર કિરિલોવ પર પ્રતિબંધો લાદ્યા હતા. બ્રિટને આરોપ લગાવ્યો હતો કે,ઈગોર કિરિલોવે યુક્રેનમાં રાસાયણિક હથિયારના ઉપયોગ પર નજર રાખી હતી અને ક્રેમલિન પ્રચાર કર્યો હતો. સોમવારે યુક્રેનની ગુપ્તચર એજન્સી SBUએ પણ તેના પર આરોપ લગાવતા કહ્યું હતું કે, ‘ઈગોર પ્રતિબંધિત રાસાયણિક હથિયારોના મોટા પાયે ઉપયોગ માટે જવાબદાર હતા.’

જનરલ ઈગોર કિરિલોવ કોણ હતા?

લેફ્ટનન્ટ જનરલ ઈગોર કિરિલોવ 54 વર્ષના હતા. તે રશિયાના ન્યુક્લિયર, બાયલોજિકલ, કેમિકલ ડિફેન્સ ફોર્સ (NBC)ના વડા હતા.ઈગોર કિરિલોવે અમેરિકા અને પશ્ચિમી દેશોના કથિત જૈવિક અને રાસાયણિક હથિયાર પરિયોજના સામે ઘણાં ઘટસ્ફોટ કર્યા હતા.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર