હળવદ પાસે મધરાતે ખાનગી બસ પલટી ખાઇ ગઇ, ૯ શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત, ૧ ની હાલત ગંભીર

હળવદ પાસે મધરાતે ખાનગી બસ પલટી ખાઇ ગઇ, ૯ શ્રદ્ધાળુઓ ઇજા ગ્રસ્ત, ૧ ની હાલત ગંભીર

સોમવારે વહેલી સવારે ભાવનગર-સોમનાથ હાઇવે પર ત્રાપજ નજીક રોડની સાઇડની ઉભેલા ડમ્પર સાથે બસ ટકરાતા 6 લોકોના મોત નીપજ્યા હતા અને 20 જેટલા લોકો ઇજાગ્રસ્તા થયા હતા. ત્યારે 24 કલાકમાં સૌરાષ્ટ્ર પંથકમાં બીજો બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોરબીના હળવદ પાસે શ્રદ્ધાળુઓને ભરીને ધાર્મિક પ્રવાસે જઇ રહેલી બસ ગુલાંટી મારી જતાં 9 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. જોકે સદનસીબે કોઇ હાનહાનિ સર્જાઇ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના અડાલજથી કચ્છના ધાર્મિક પ્રવાસે ઉપડેલી ખાનગી લક્ઝરી બસને મોરબીના હળવદ પાસે આવેલા દેવળીયા નજીક મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. બસના ડ્રાઇવરે અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતાં બસ રોડની સાઇડમાં ઉતરી જઇને પલટી ખાઇ ગઇ હતી. આ બસમાં કુલ 56 જેટલા શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા અને આ દુર્ઘટનામાં 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી 1 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે સદનસીબે હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. વધારે વિગતો પોલીસ તપાસમાં સામે આવશે.

ઇજાગ્રસ્તોની યાદી

રાજેશ પટેલ

બાબુભાઇ

મનજી પ્રતાપભાઇ

બોજાજી સોમાજી

હુલીબેન

મંગુબેન

રહિબેન

શારદાબેન

 

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર