અમદાવાદ : ગોતા વસંતનગર ટાઉનશીપ પાસે ખાનગી સ્કૂલની બસમાં લાગી ભીષણ આગ, બસ બળીને ખાખ

અમદાવાદ : ગોતા વસંતનગર ટાઉનશીપ પાસે ખાનગી સ્કૂલની બસમાં લાગી ભીષણ આગ, બસ બળીને ખાખ

પ્રાપ્ત માહિતી અનુસાર ગોતાના વસંત ટાઉનશિપ પાસે એપોલો સ્કૂલની બસમાં આગ ભભૂકી ઉઠી હતી.

ગોતા વસંતનગર ટાઉનશીપ પાસે ખાનગી સ્કૂલની બસમાં લાગી ભીષણ આગ, બસ બળીને ખાખ

અમદાવાદ: શહેરના ભીડભાડ વાળા વિસ્તારમાં એક સ્કૂલ બસમાં આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. એસ.જી. હાઇવે પર ગોતા નજીક એક ખાનગી સ્કૂલ બસને આગ લાગતાં ચકચાર મચી જવા પામ્યો હતો. સમયસૂચકતા દાખવી તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. જેથી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

મળતી માહિતી પ્રમાણે આગની ઘટનાની જાણ થતાની સાથે ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેડવવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિના સમાચાર મળ્યા નથી.  સ્કૂલ બસને આગ લાગી હોવાની જાણ થતાં બાળકોની વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાસ્થળે વાલીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી આ અંગે તપાસ ચાલુ છે.

PKCHAVDA
Author: PKCHAVDA

Share this post:

વધુ સમાચાર છે...

જીવંત ક્રિકેટ સ્કોર

કોરોના અપડેટ

Weather Data Source: Wetter Indien 7 tage

જન્માક્ષર